વાંકાનેર : મોરબી જિલ્લાના દરેક હજયાત્રી માટે રસીકરણ(વેક્સિનેશન) કેમ્પ તારીખ 6 જુલાઈને શનિવારે સવારે 9:00 થી 12:00 કલાક દરમ્યાન વાંકાનેરના ચંદ્રપુર ખાતે આવેલી ગેલેક્સી સ્કુલમાં રાખવામાં આવ્યો છે. આ કેમ્પનો લાભ લેવા માટે દરેક હજયાત્રીઓએ પાસપોર્ટના પહેલા પાનાની ઝેરોક્ષ, ફોટા-2 તથા કવર નંબર સાથે હાજરી આપવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે. મોરબી જિલ્લાનાતમામ હજયાત્રીઓ માટે તારીખ 6ને શનિવારે રસીકરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ રસીકરણ કાર્યક્રમ સિવિલ હોસ્પીટલ -વાંકાનેરના મેડીકલ ઓફીસર ગોસાઈ તથા તેમની ટીમ દ્વારા સંપન્ન થશે. આ કેમ્પમાં પીર મશાયખ હોસ્પીટલ - વાંકાનેરના પ્રમુખ તથા સ્ટાફ તેમજ મોરબી જીલ્લા ફિલ્ડ ટ્રેનરો પણ ઉપસ્થિત રહેશે.વધુ માહિતિ માટે અયુબભાઈ(મો.ન.- 9714050146), સાજીભાઈ વડાવીયા(મો.ન.-9426226405) અને યુ.એ. કડીવાર(મો.ન.-9426949878)નો સંપર્ક સાધવા જણાવાયું છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne