મોરબી : મોરબીની એમ.એમ.સાયન્સ કોલેજના વિદ્યાર્થીને એનસીસીમાં તેમના પ્રદાન બદલ તાજેતરમાં ભાવનગર ખાતે યોજાઈ ગયેલ એક ખાસ સમારંભમાં પ્રશસ્તિ પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. સમગ્ર સૌરાષ્ટ્ર ગ્રુપમાં દ્વિતીય નંબર પ્રાપ્ત કરવા બદલ મોરબીના વિદ્યાર્થીને આ સન્માન મળ્યું હતું. મોરબીની એમ.એમ.સાયન્સ કોલેજના વિદ્યાર્થી તેમજ એન.સી.સી.સિનિયર ડિવિઝનના અંડર ઓફિસર કેડેટ ભવ્ય કાવર સમગ્ર રાજકોટ તેમજ સૌરાષ્ટ્ર ગ્રુપ હેડકવટર્સમાં દ્વિતીય ક્રમે આવતા ભાવનગર ખાતે ગ્રુપ કમાન્ડર બ્રિગેડિયર સંજીવ દત્ત દ્વારા એમને પ્રશસ્તિ પત્ર અને સી. સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવતા એમ.એમ.સાયન્સ કોલેજ તેમજ તેમાં ચાલતી એન.સી.સીનું ગૌરવ વધાર્યું હતું. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne