મોરબી : એલ. ઈ. કૉલેજના વિદ્યાર્થીઓ ફરી એક વાર ગુજરાત પ્રથમ

- text


મોરબી : તારીખ 27ના રોજ GTU સેમેસ્ટર 6નું પરિણામ જાહેર થયું હતું, જેમાં મોરબીની એલ.ઈ. કોલેજના બે વિદ્યાર્થીઓએ પ્રથમ સ્થાન મેળવીને સંસ્થાનું ગૌરવ વધાર્યું છે. તારીખ 27ને ગુરુવારે GTU સેમેસ્ટર 6 નું પરિણામ જાહેર થયું હતું, જેમાં મોરબીની એલ.ઈ. કૉલેજમના ડિપ્લોમા આઇ. ટી. વિભાગના વિદ્યાર્થીઓ જે ગયા સેમેસ્ટર 5 માં ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીમાં 10 SPI સાથે પ્રથમ સ્થાન પર આવ્યા હતા, એ બંને વિદ્યાર્થીઓ પૈજા સંકેત ભાવેશભાઈ અને ઢેબર અબ્બાસ ઝેડ. ફરી એક વાર ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી માં 10 SPI સાથે પ્રથમ સ્થાન પર આવીને એલ. ઈ. કૉલેજ, મોરબી શહેર તથા તેમના પરિવારનું ગૌરવ વધાર્યું છે. તેમની આ સિદ્ધ બદલ પ્રિન્સીપાલ વાગડીયા અને આઇ.ટી. વિભાગના વડા દ્વારા આ બંને વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

 

- text