ભરવાડ અને રબારી સમાજ દ્વારા વર્ષોની પરંપરા મુજબ મચ્છુ માતાની રથયાત્રાનું આયોજન : રથયાત્રામાં મોટી સંખ્યામાં સમાજના લોકો જોડાઈને હુડો,ટીટોડો સહિતના પરંપરાગત સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરશે મોરબી : મોરબી પંથકના સમસ્ત ભરવાડ અને રબારી સમાજ વર્ષોની પરંપરા મુજબ દર વર્ષે અષાઢી બીજ મહોત્સવને મચ્છુ માતાના પ્રાગટય દિન તરીકે ઉજવણી કરે છે. ત્યારે આ વખતે પણ અષાઢી બીજે મોરબીના રબારી અને ભરવાડ સમાજ દ્વારા મચ્છુ માતાના પ્રાગટય દિનની ધર્મોલ્લાસભેર ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અષાઢી બીજે મચ્છુ માતાની ભવ્ય રથયાત્રા કઢાવમાં આવશે. જેમાં મોટી સંખ્યામાં સમાજના લોકો જોડાઈને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરશે. મોરબી પંથકના સમસ્ત ભરવાડ અને રબારી સમાજ દ્વારા દર વર્ષની પરંપરા અનુસાર આગામી તા.4 જુલાઈને ગુરુવારે સવારે 9-30 વાગ્યે અષાઢી બીજના પાવન પર્વની મચ્છુ માતાના પ્રાગટય દિન તરીકે ઉજવણી કરવાના ભાગરૂપે મહેન્દ્રપરા શેરી નંબર 17માં આવેલ મચ્છુ માતાજીની જગ્યા ખાતેથી મચ્છુ માતાની ભવ્ય રથયાત્રા કાઢવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મહંત ઘનશ્યામપુરી મહારાજ, મહેશપુરી બાપુ, ભાનુંઆઇ માતાજી,માનબાઈ માતાજી, મચ્છુ મિત્ર મંડળના ગાડુંભગત ગોલતર તથા ભરવાડ અને રબારી સમાજના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં લોકો જોડાશે. રથયાત્રાના નિર્ધારિત રૂટ પર ભરવાડ અને રબારી સમાજના લોકો પરંપરાગત વેશભૂષામાં સજ્જ થઈને દાંડિયા રાસ, હુડો, ટીટોડો સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરશે. આ રથયાત્રા શહેરના રાજમાર્ગો પર ફરશે અને દરબાર ગઢ પાસે આવેલ મચ્છુ માતાના મંદિરે પહોંચીને મચ્છુ માતાની પૂજા અર્ચન વિધિ બાદ પુર્ણાહુતી થશે. જ્યાં મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે.જ્યારે રાત્રે 10 વાગ્યે દરબાર ગઢ પાસે આવેલ મચ્છુ માતાના મંદિરે ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. મચ્છુ માતાની રથયાત્રા દરમ્યાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવાશે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne