મોરબી શિવસેના પ્રમુખની નગરપાલિકામાં પુરાવા સાથે રજુઆત મોરબી : ચોમાસાનો મંગળ પ્રારંભ થઇ ચુક્યો છે. શરૂઆતી વરસાદમાં જ તંત્રની પ્રિમોન્સૂન કામગીરીની પોલ ડુંગળીના પળની માફક એક પછી એક ખુલી રહી છે. કચરાના ગંજ અને ચોકઅપ થઈ ગયેલી ગટરોની ફરિયાદો તો બારે માસ રહેતી જ હોય છે. ત્યારે ગંભીર કહી શકાય એવી એક ફરિયાદ મોરબી શિવસેના પ્રમુખે ચીફ ઓફિસરને કરી હોવાનું જાણવા મળ્યું છે. મોરબીના લીલાપર રોડ, બોરીચા વાસ પાસે આવેલું જર્જરિત નાલું હાલ ચોમાસાની સીઝનમાં અત્યંત જોખમી બની ગયું છે. એવી રજુઆત કરતા મોરબી શિવસેના પ્રમુખ કમલેશભાઈ બોરીયાએ જણાવ્યું છે કે આ નાલાની સાઈડની દીવાલની આડશ પાછલા પાંચ વરસથી તૂટી ગયેલ છે. આના કારણે અહીં વારંવાર નાલામાં પડી જવાના બનાવો બને છે. ઘણી વખત નાના બાળકો પણ નાલામાં પડી ગયાના બનાવો બન્યા છે. ત્યારે ચાલુ ચોમાસાની સીઝનમાં નાલામાં પાણી ભરાશે ત્યારે આડશના અભાવે જો કોઈ અકસ્માત થશે તો એની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે. મોરબીવાસીઓનાં હિતને ધ્યાને રાખી સત્વરે આ નાલાની બન્ને બાજુ પાકી અને મજબૂત યોગ્ય ઊંચાઈ વાળી દીવાલ બનાવવાની કમલેશભાઈ બોરીયાએ મોરબી પાલિકા ચીફ ઓફિસર પાસે માંગણી કરી છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne