સ્કૂલ વિસ્તારમાં વિધાર્થીનીઓના ફોટા કે વીડિયો બનાવીને પજવણી કરતા એક લંપટ યુવાનને વાલીઓએ પડકી લીધા બાદ પોલીસે કડક કાર્યવાહી કરી હળવદ : હળવદના ઘનશ્યામ પુર રોડ પર આવેલ શૈક્ષણિક સ્કૂલ આસપાસ વિસ્તારમાં શિક્ષણ મેળવવા આવતી વિદ્યાર્થીનીઓનીના ફોટા પાડી કે વીડિયો બનાવીને લવર મુછીયા યુવાનો પજવણી કરતા હોવાની ફરિયાદના પગલે જાગૃત વાલીઓએ એક યુવાનને રંગેહાથે ઝડપીને પોલીસના હવાલે કર્યો હતો. બાદમાં અન્ય છ લવર મુછીયા યુવાનોને ઝડપી પોલીસે સીન વીખી નાખીને કાયદાનું ભાન કરાવ્યું હતું. હળવદના ઘનશ્યામ પુર રોડ ઉપર આવેલા શૈક્ષણિક સંકુલમાં દરરોજ અનેક વિદ્યાર્થીનીઓ અભ્યાસ માટે અવર જવર કરે છે. શાળામાં જવાના કે છુંટવાના સમયે આ વિસ્તારમાં લવર મુછીયા યુવાનની ભારે રંજાડ રહે છે. સ્કૂલે જતી કે શાળાએથી છૂટીને ઘરે જતી વિધાર્થીનીઓના ફોટા પાડી કે ટિક ટોક માટે વીડિયો બનાવી આ લવર મુછીયા યુવાનો પજવણી કરતા હોવાની વિદ્યાર્થીનીઓએ તેમના વાલીઓને ફરિયાદ કરી હતી. આથી રોષે ભરાયેલા જાગૃત વાલીઓએ ગઈકાલે આ શૈક્ષણીક સંકુલ પાસેથી એક રોમિયોને ઝડપીને હળવદ પોલીસને સોંપી દીધો હતો. પોલીસે આ યુવાનની આગવી ઢબે પૂછપરછ કરતા તેની સાથે અન્ય છ યુવાનો પણ રોમિયોગીરી કરતા હોવાની કબૂલાત આપી હતી. આથી પોલીસે બાકીના છ યુવાનોને પકડીને સબક શીખવાડયો હતો. જોકે આ સાતેય યુવાનોની ઉંમર 18 થી 20 વર્ષ વચ્ચેની હોવાથી પોલીસે 151 હેઠળ કાર્યવાહી કરીને કડક સૂચના આપી હતી. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne