મોરબી : મોરબીના ટાઉનહોલ ખાતે સ્વચ્છતા મહોત્સવ અંતર્ગત ગ્રામ્ય વિસ્તારોમાં સ્વચ્છતાની ઉત્કૃષ્ટ કામગીરી કરનાર વિવિધ વર્ગના લોકો અને સરપંચોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ સન્માનિત થયેલા લોકોને ભારત સરકારના સ્વચ્છતા મિશન હેઠળ ગ્રામ્ય વિસ્તારોમાં હજુ પણ સારી સ્વચ્છતાની કામગીરી કરવાનો સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો.મોરબીના ટાઉનહોલ ખાતે આજે કેન્દ્ર સરકાર સ્વર્ણિમ ભારત મિશન અને ગુજરાત સરકારના ગ્રામ વિકાસ વિભાગના સંયુક્ત ઉપક્રમે સ્વચ્છતા મહોત્સવ અંતર્ગત ઉત્કૃષ્ટ કામગીરી કરનાર સરપંચો સહિતના લોકોના સન્માનનો જિલ્લાકક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો.જેમાં ગ્રામ્ય વિસ્તારોમાં શોચાલય સહિતની સ્વચ્છતાની સારી કામગીરી કરનાર જે તે ગ્રામ્ય વિસ્તારોના સ્વયં સેવકો તથા સરપંચોનું સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં કલેકટર આર.જે માકડીયા સહિતના મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા અને જુનથી 2 ઓક્ટોબર સુધી સ્વચ્છતા મહોત્સવને પાંચ વર્ષ પુરા થતા હોય આ સ્વચ્છતાની હજુ પણ ગ્રામ્ય વિસ્તારોમાં સારી કામગીરી કરવાની આ સન્માનિત થયેલા લોકો પાસેથી સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne