મોરબી : મોરબીમાં આવતીકાલ તારીખ 29ને શનિવારે આયુષ કચેરી નિયામક, ગાંધીનગર અને જિલ્લા આયુર્વેદ અધિકારી, મોરબી દ્વારા પ્રેરિત વિનામૂલ્યે આયુર્વેદ સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ નિદાન કેમ્પ સરકારી આયુર્વેદ દવાખાનું, જનરલ હોસ્પિટલ, મોરબી દ્વારા આયોજિત કરવામાં આવ્યો છે. આ કેમ્પ આવતીકાલે શનિવારે વરિયા મંદિર, સો ઓરડી, મોરબી ખાતે સવારે 9:00 થી 1:00 દરમિયાન રાખવામાં આવ્યો છે. આ કેમ્પનો લાભ લેવા માટે જાહેર જનતાને આયોજકો દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne