મોરબી : મોરબી જિલ્લાના પીપળી જેતપર રોડ પાસે આવેલા સ્કાયટચ વિટ્રિફાઇડ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા 600 જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. હાલના સમયમાં દુનિયાની સૌથી મોટી સમસ્યા પ્રદુષણ અને ગ્લોબલ વોર્મિંગ છે. ગરમીના કારણે આ વર્ષે ઘણા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. ગરમી વધવાનું મુખ્ય કારણ આડેધડ વૃક્ષોની કાપણી અને ઔદ્યોગિકરણને માનવામાં આવે છે. આવા સમયે ગ્લોબલ વોર્મિંગ નામના આ દાનવને નાથવા માટે વધુમાં વધુ વૃક્ષારોપણ થાય એ જરૂરી છે. મોરબીના સીરામીક ઉદ્યોગો દ્વારા છેલ્લા થોડા સમયથી વૃક્ષારોપણ કરવામાં આવી રહ્યું છે. આજ રોજ મોરબીના સ્કાયટચ વિટ્રિફાઇડ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા 600 જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યુ હતુ અને હજી બીજા 500 જેટલા વૃક્ષો વાવીને પર્યાવરણણી કાળજી રાખવા અને વૃક્ષોનું જતન કરવાનો સંકલ્પ કરવામાં આવ્યો હતો. મોરબીને 'પેરિસ'નું બિરુદ મળેલ છે, તો મોરબીની આ ઓળખ કાયમ માટે જળવાઈ રહે તે માટે પ્રયત્નો કરવાનો પણ સંકલ્પ કરવામાં આવ્યો હતો. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne