આયોજિત થયેલી ગ્રામસભામાં કોઈ અધિકારી ફરકયા જ નહીં મોરબી : મોરબી જીલ્લાના આમરણ ગામે તારીખ 24જૂનના રોજ સરપંચ મોહનભાઇ પરમારના અધ્યક્ષ સ્થાને ગ્રામસભાનું આયોજન કરવામા આવ્યું હતું. પરંતુ તાલુકા અને જીલ્લામાંથી કોઈ પણ અધિકારીને જાણે આ ગામના પ્રશ્નોમાં રસ જ ન હોય એમ જાણવા મળી રહ્યું છે કેમકે એક પણ અધિકારી આ ગ્રામસભામાં હાજર રહ્યો ન હતો. આ ગ્રામસભામાં માત્ર દસથી બાર વ્યક્તિઓ જ હાજર રહ્યા હતા. કોરમના (ઓછી સંખ્યાના) અભાવે મીટીંગ રદ કરવાનો સરકારનો નિયમ અને બંધારણની જોગવાઈ છે. જોકે આ મીટીંગમાં વિવિધ પ્રશ્નો અંગે ચર્ચા થયેલ હતી. જેમાં મુખ્ય મુદ્દો પીજીવીસીએલ તરફથી શુક્રવારે આમરણમા વીજળી કાપ રાખવામા આવે છે તે રહ્યો હતો. પંચાયત દ્વારા આકરણી કરી વેરા વસુલાતમાં સફાઈ વેરો અને પાણી વેરો વધારે લેવામા આવે છે. વસુલવામાં આવતા વેરાના પ્રમાણમાં કોઈ પણ જાતના સફાઈ કામ થતા નથી. અનેક જગ્યાએ ગંદકી અને કીચડના થર જામેલા છે. વેરા વસુલાત મુજબ સફાઈકામમા પંચાયત ધ્યાન આપે તેવુ લોકો ઈચ્છી રહયા છે. આ તકે સરપંચ મોહનભાઇ, ઉપસરપંચ રાજેશ કાસુંદ્રા , મનુ ભરવાડ, જેન્તીભાઈ અઘેરા, ઇકબાલ બુખારી, નિમેષભાઇ ગાંભવા, ગ્રામ સેવક કંજારીયા, તલાટી મંત્રી રામાનુજ સહિતના હાજર રહ્યા હતા. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne