મૃતક યુવાનનો પરિવાર આર્થિક રીતે દયનિય હાલતમાં હોય, સમાજસેવિકાએ માનવતા મહેકાવી મોરબી : મોરબી નજીક મકનસર પાસે ગત રવિવારે મધ્યપ્રદેશના યુવાનને ચોરીના આરોપસર લોકોએ માર મારતા તેનું મોત નીપજ્યું હતું. તેનો પરિવાર તેનો અગ્નિસંસ્કાર કરી શકે તેવી આર્થિક હાલતમાં ન હોવાથી તેના અંતિમસંસ્કાર તેમના પરિવારજનોની હાજરીમાં પંચમુખી ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યા હતા. મોરબી નજીક મકનસર ગામેથી ગત રવિવારે મધ્યપ્રદેશના યુવાનને ચોરીના આરોપસર માર મારતા તે મૃત્યુ પામ્યો હતો. આ બનાવની એમના સગા વ્હાલાને પોલીસ દ્વારા 4 દિવસ પછી જાણ થતા યુવાનના બે ભાઈઓ નવસારી કામ કરતા હોઈ, ગઈકાલ રાત્રે 1 વાગ્યે મોરબી આવ્યા હતા. પગમાં ચપ્પલ પણ ન પહેરી શકે એવી દયનીય પરિસ્થિતિમાં તેઓ હતા. આથી સિવિલ હોસ્પિટલમાંથી આ બાબતે જાણ થતા પંચમુખી ટ્રસ્ટના હસીનાબેન લાડકા દ્વારા યુવાનની અંતિમયાત્રા અને અંતિમવિધિ કરવામાં આવી હતી. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne