કૃષ્ણાયન દેશી ગૌરક્ષા શાળાના લાભાર્થે આયોજન મોરબી : ઉત્તરાખંડની કૃષ્ણાયન દેશી ગૌરક્ષા શાળાના લાભાર્થે મોરબીમાં આગામી 5 જુલાઈના રોજ અસાધ્ય રોગોના નિઃશુલ્ક નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો લાભ લેવા દર્દીઓને અનુરોધ કરાયો છે. ઉત્તરાખંડમા આવેલ કૃષ્ણાયન દેશી ગૌરક્ષા શાળામાં માંદી, લાચાર, અંધ, વૃદ્ધ તથા કસાઈથી બચવેલી ગાયો તથા નંદી સેવા કરવામાં આવે છે. આ ગૌ શાળાના લાભાર્થે જાનવી યોગ અને આયુર્વેદ કોલેજ તેમજ હોસ્પિટલના નિષ્ણાંત ડૉક્ટર દ્વારા ફ્રી રોગ નિદાન કેમ્પનું નરસંગ ટેકરી મંદિર,રવાપર રોડ ખાતે તા. 5 જુલાઈના રોજ સવારે 09:00 થી 12:00 સાંજે 03:00 થી 07:00 દરમિયાન આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ચામડીના રોગો જેવા કે સોર્યાસીશ, જૂનું ખરજવું, જૂનું દાદર, સાંધાના દુખાવા, ઢીચણનો દુખાવો, કમરનો દુખાવો, હાથી પગા, ગેગરિંગ, વેરિકોઝવેન(નસમા સુજન), નપુંસકતા, અસાધ્ય સ્ત્રી રોગ , વાળની સમસ્યાઓ, CP ચાઈલ્ડ(અવિકસિત બાળક) , DMD માંસ પેસીઓનો રોગ, પાતળા પણું, મોટાપો, કારોડરજ્જુમાં મણકાની ગાદી ધસાઈ જવી, હૃદયની નશોમાં બ્લોકેજ, અનિંદ્રા જેવા અનેક અસાધ્ય રોગોનો ઈલાજ કરવામાં આવશે. વધુ વિગત માટે કેશવજીભાઈ ઠોરિયા મો.નં 9712399990નો સંપર્ક કરવા જણાવાયું છે.