મોરબી : શહેરમાં પાછલા બે મહિનાથી નિરંતર ચાલી રહેલા મોરબી સ્વચ્છતા અભિયાનને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ત્યારે મોરબી સ્વચ્છતા અભિયાન સમિતિ દ્વારા આગામી કાર્યક્રમોની રૂપરેખા નક્કી કરવા માટે એક મિટિંગનું આયોજન થયું છે. મોરબીના બુદ્ધિજીવીઓ, ડોકટરો, વકીલો, શિક્ષકો સહિતના નાગરિકો દ્વારા મોરબીને સ્વચ્છ રાખવા માત્ર સરકારી તંત્ર પર જ આધાર ન રાખવાના નીર્ધાર સાથે બે માસ પહેલા દર રવિવારે શહેરના કોઈ પણ એક વિસ્તારમાં જઈને સઘન સફાઈ કામગીરી કરવામાં આવી રહી છે. આ કામગીરીને લોકો તરફથી ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને વધુને વધુ લોકો આ કાર્યક્રમમાં જોડાવવા માટે રસ લઈ રહ્યા છે. કેમકે જે વિસ્તારમાં આ સમિતિ દ્વારા સફાઈ અભિયાન યોજાય છે તે વિસ્તારની શકલ સુરત બદલી જાય છે. ત્યારે એ વિસ્તારના સ્થાનિકો પણ આ કાર્યક્રમમાં જોડાવવા ઉત્સુકતા ધરાવવા લાગ્યા છે. બે મહિનાના નિરંતર અને અથાક પ્રયત્નો બાદ શહેરીજનોમાં આવેલી જાગૃતિ જોતા આ અભિયાનને વિસ્તારવાનો અને શાળાના વિદ્યાર્થીઓને પણ અભિયાનમાં જોડાવાનો નિર્ણય લેવા બાબત એક અગત્યની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. આ મિટિંગમાં મોરબી શહેરમાં વસતો કોઈ પણ નાગરિક હાજર રહી પોતાના અમૂલ્ય સલાહ, સૂચન કરી શકે છે. આ ઉપરાંત જે તે વિસ્તારની સફાઈ અંગેની રજુઆત, પ્રશ્નો, માર્ગદર્શન, નવા વિચારો રજૂ કરી શકે છે. આ માટે ઓમ કાન, નાક, ગળાની હોસ્પિટલ, મધુરમ લેબોરેટરી ઉપર, ચોથો માળ, સાવસર પ્લોટ, મોરબી ખાતે તારીખ 27 જૂન ગુરુવારે રાત્રે 09:30 થી 10:30 સુધી હાજર રહેવા આયોજક તરફથી જાહેર નિમંત્રણ પાઠવાયું છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne