ટંકારા : મોરબીના ટંકારામાં પતંજલિ યોગ સમિતિ દ્વારા ચાર દિવસીય યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યુ છે. આ શિબિર આજે તારીખ 27 થી 30 જૂન દરમિયાન સવારે 5:30 થી 7:00 અને સાંજે 5:00 થી 6:30 દરમિયાન મહાલય મોટા આર્યસમાજ ખાતે યોજાશે. મોરબીના ટંકારામાં તારીખ 27 થી 30 જૂન સુધી પતંજલિ યોગ સમિતિ દ્વારા યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યુ છે. આ યોગ શિબિરમાં પતંજલિ યોગ પીઠ-હરિદ્વારનાં સાધ્વી દેવાદિતિજી દ્વારા અસાધ્ય રોગો, મોટાપા નિવારણ, ઉર્જાથી ભરપૂર વ્યક્તિત્વ વિકાસ, વસુધૈવ કૂટુંબકમની ભાવના સાથે જીવનમાં શાંતિ મેળવવા તેમજ રોગી માટે ઇલાજ અને નિરોગી માટે રોગપ્રતિકારક શક્તિ પ્રતિકારક પ્રાપ્ત કરવા માટેઆ શિબિરમાં ભાગ લેવા માટે ટંકારાવાસીઓને અનુરોધ કરવામાં આવ્યો છે. વધુ માહીતી માટે રણછોડભાઈ જીવાણી(9909202833), સંજયભાઈ રાજપરા(9825329722), નરશીભાઈ અંદરપા(9898320233), ભારતીબેન રંગપરિયા(9825725222), ભૂદરભાઈ જગોદણા(9879566003), હસુભાઈ પરમાર(9879333348), દેવજીભાઈ પડસુંબિયા(8980808071) અને વનિતાબેન પડસુંબિયા(6353486707)નો સંપર્ક કરવા જણાવાયું છે તથા સાધકોએ આસન, નેપકીન, પાણીની બોટલ, નોટબુક અને બોલપેન સાથે રાખવા જણાવાયું છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne