ફાયર વિભાગે ઘટનાસ્થળે દોડી જઈને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા મોરબી : મોરબીના બાયપાસ રોડ પર આવેલ પેપરમિલના વેસ્ટ કચરામાં આજે આગ લાગી હતી અને આગે થોડી વારમાં ભીષણ સ્વરૂપ ધારણ કરી લેતા ભારે દોડધામ મચી ગઇ છે.આ બનાવની જાણ થતાં ફાયર બીગ્રેડ વિભાગ ઘટનાસ્થળે દોડી જઈને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા છે. આ આગના બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ પલક પેપરમિલના વેસ્ટ કચરામાં આજે અચાનક આગ ભભૂકી ઉઠી હતી અને થોડીવારમાં જ આગે ભીષણ સ્વરૂપ ધારણ કરી લેતા ભારે અફડા તફડી મચી ગઇ છે.આ બનાવની જાણ થતાં મોરબી ફાયર બ્રિગ્રેડનો સ્ટાફ 3 ફાયર ફાયટર સાથે ઘટનાસ્થળે દોડી ગયો હતા અને ફાયર વિભાગ સ્ટાફે આગ પર પાણીનો મારો ચલાવીને બુઝાવવાના પ્રયાસો હાથ ધર્યા છે.