ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અગ્રણીની જિલ્લા પોલીસ વડાને રજુઆત મોરબી : મોરબી જિલ્લામાં વ્યાજખોરો સામે કડક પગલાં લેવા માટે લોક દરબાર યોજવાની માંગણી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અગ્રણી રમેશભાઈ રબારી દ્વારા મોરબી જિલ્લાના પોલીસ વડાને કરવામાં આવી છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અગ્રણી રમેશભાઈ રબારીએ મોરબી જિલ્લામાં એક લોક દરબાર યોજવાની માંગણી કરી છે. તેઓએ જણાવ્યું કે, મોરબી જિલ્લા અને શહેરમાં વ્યાજખોરોનો ભયજનક રીતે ત્રાસ છે. જેના લીધે ઘણા લોકો ગામ છોડીને ગુમ થઇ ગયા છે તો ઘણા લોકોએ આત્મઘાતી પગલાંઓ પણ ભર્યા હોવાની ચર્ચાઓ છે. જેના કારણે ઘણા લોકો ફરિયાદ કરતા ડરે છે. આ વ્યાજખોરો અઢારથી વીસ યુવાનોને પોતાની જાળમાં ફસાવે છે. આથી મોરબી જિલ્લાના વ્યાજખોરો સામે નક્કર પગલાં લેવા માટે પોલીસ વડાની ઉપસ્થિતિમાં લોક દરબાર ભરીને ભોગ બનેલા લોકોની આપવીતી સાંભળીને તેઓ જે નામ જણાવે તેમની સામે કાર્યવાહી કરવા માટે આ રજુઆતમાં જણાવાયું છે. તાજેતરમાં અન્ય જિલ્લાઓમાં આવા લોક ગરબા યોજીને ઘણી સમસ્યાઓનો નિકાલ કરવામાં આવ્યો છે, તો આ પ્રશ્નની ગંભીરતા સમજીને તે તરફ કાર્યવાહી કરવા પણ રજુઆત કરવામાં આવી છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne