ચીનના બે દિગ્ગજ એસોસિએશન સાથે મંત્રણા કરતી સીરામિક્સ એક્સપોની ટીમ : આગામી દિવસોમાં સાઉથ ઇસ્ટ એશિયા, આફ્રિકા અને મિડલ ઇસ્ટમા પણ બેઠકોનો દોર ચાલશે મોરબી : સીરામિક્સ એક્સપોની ટીમ દ્વારા ચાઈનામા બે વિશાળ એસોસિએશન સાથે મંત્રણા કરવામાં આવી છે. આ બેઠક સફળ રહેતા ચીનના બે દિગ્ગજ એસોસિએશનના ડેલીગેશન સીરામિક્સ એક્સપોમાં પધારવાના છે. જેમાં અંદાજીત 100 જેટલા બાયર્સ પધારવાના છે. આગામી નવેમ્બર માસમાં તા. ૨૨ થી ૨૪ સુધી દરમીયાન ગાંધીનગર ખાતે ટાઉન હોલ પાસે આવેલા એક્ઝિબિશન સેન્ટરમાં સીરામિક્સ કોન્કલેવ એન્ડ એક્સપોનું જાજરમાન આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વોલ ટાઇલ્સ, વિટરીફાઇડ ટાઇલ્સ, સેનેટરી વેર, બાથ વેર અને બાથ ફિટિંગ્સ સહિતની પ્રોડક્ટ બનાવતા મેન્યુફેક્ચર્સ ભાગ લઈ શકે છે. આ એક્સપોમાં કુલ ૨૦૦૦ થી વધુ બાયર્સ ફોરેનથી તેમજ વિવિધ રાજ્યોમાંથી આવવાના છે. મોરબીના સીરામીક ઉદ્યોગને વિશ્વ ફલક ઉપર ચમકાવનાર, સીરામિક એક્સપોના આયોજક તથા સીરામીક એક્સપોર્ટ માર્કેટનું રિસર્ચ કરનાર ઓકટાગોન કોમ્યુનિકેશનના સીઈઓ સંદીપ પટેલ દ્વારા તાજેતરમાં ચીનના બે દિગ્ગજ એસોસિએશન સાથે મંત્રણા કરવામાં આવી હતી. જેમાં સીસીપીઆઈટી( ચાઈના કાઉન્સિલ ઓફ ઇન્ટરનેશનલ ટ્રેડ પ્રમોશન) અને સીઆઈસીઇઇ ( ચાઈના ઇન્ટરનેશનલ કન્ટ્રક્શન ઈકવિપમેન્ટ એસોસિએશન) સાથે બેઠક કરવામા આવી હતી. આ બન્ને એસોસિએશન સાથે મંત્રણા સફળ રહેતા સીરામિક્સ એક્સપોને બાયર્સના ડેટા મલ્યા છે. ઉપરાંત ચીન તેમજ તેના નજીકના દેશોમાંથી 100 જેટલા બાયર્સનું ડેલીગેશન પણ સીરામિક્સ એક્સપોમાં આવવાનું છે. ઉલ્લેખનિય છે. હોંગકોગ અને બેઇજિંગ સીરામીકનું હબ છે. ત્યાંથી અઢળક ડિલ વિશ્વભરમાં થાય છે. આ ડેલીગેશનની મુલાકાત સીરામિક્સ એક્સપો માટે ફાયદાકારક રહેશે. ચીનમાં યોજાયેલી આ મંતણામા મોરબી સીરામીક એસોસિએશનના પ્રમુખ નિલેશભાઈ જેતપરિયા પણ ઉપસ્થિત રહ્યા હતા. વધુમાં સીરામિક્સ એક્સપોની ટીમ દ્વારા આગામી દિવસોમાં સાઉથ ઇસ્ટ એશિયા, આફ્રિકા અને મિડલ ઇસ્ટમા બેઠકોનો દોર ચાલવાનો છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne