મોરબી : હાલ મોરબીમાં પિતાના ઘરે રહેતી પરણીતાને તેના અમદાવાદ રહેતા પતિ સહિતના સાસરિયાઓએ ઘરકામ અને કરિયાવર બાબતે શારીરિક માનસિક ત્રાસ આપ્યાની ફરીયાદ નોંધાતા મહિલા પોલીસે તપાસ હાથ ધરી છે. અમદાવાદમાં સસરિયું ધરાવતી અને હાલ મોરબીના લીલાપર રોડ પરના મનહર નળીયાના કારખાના સામે આવેલ સરકારી ક્વાર્ટરમાં રહેતી ધમીષ્ઠાબેન અમરીશપરી ગોસ્વામીએ અમદાવાદ નરોડા વિસ્તારમાં રહેતા તેના પતિ અમરીશપરી ભીમજીપરી ગોસ્વામી તથા સાસરિયા મયુરપરી ભીમજીપરી ગોસ્વામી, ગીતાબેન મયુરપરી ગોસ્વામી, આશાબેન અંબરપરી ગોસ્વામી, અંબરપરી મયુરપરી ગોસ્વામી સામે મોરબી મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે, તેમના 12 વર્ષ પહેલાં લગ્ન થયા બાદ પતિ સહિતના સાસરિયાઓ ઘરકામ અને કરિયાવર બાબતે શારીરિક માનસિક ત્રાસ આપતા હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે.મહિલા પોલીસ આ બનાવ અંગે પતિ સહિતના સાસરિયાઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne