મોરબી : મોરબીના સ્ટેશન રોડ પર આવેલ રેલવે કોલોનીમાં રહેતી પરિણીતા તેના પુત્રને લઈને હોસ્પિટલમાં જવાનું કહીને નીકળ્યા બાદ લાપતા બની હોવાનો બનાવ એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાતા પોલીસે બન્ને માતા પુત્રની શોધખોળ હાથ ધરી છે. આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના સ્ટેશન રોડ પર આવેલી રેલવે કોલોનીમાં રહેતી નિસિમબેન નજરૂદીન રાઉમા ઉ.વ.27 નામની પરિણીતા તેના આઠ મસના પુત્ર અંશને લઈને ગત તા.25ના રોજ ઘરેથી સદભાવના હોસ્પિટલમાં જવાનું કહીને નીકળી ગઈ હતી અને સમયસર પરિણીતા તેના પુત્ર સાથે પરત ન ફરતા તેના પરિવારજનોએ શોધખોળ કરી હતી. પરંતુ આજદિન સુધી માતા પુત્રનો પતો ન લાગતા અંતે તેના પતિ નજરૂદીન કાસમભાઈ રાઉમાએ પોતાની પત્ની અને પુત્રની એ ડિવિઝન પોલીસ મથકમાં ગુમશુદા નોંધાવી છે. જેના આધારે એ ડિવિઝન પોલીસે માતા-પુત્રની ભાળ મેળવવા તપાસ હાથ ધરી છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne