મોરબી : મોરબીમાં ગઈકાલ તારીખ 23ના રોજ પરશુરામ યુવા ગ્રુપ દ્વારા ત્રિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. જેમાં ફુલસ્કેપ ચોપડા વિતરણ, દાતાઓનું સન્માન અને વોર્ડ વાઇસ કમિટી બનાવીને તેમના પ્રમુખ અને મંત્રીની વરણી કરવામાં આવી હતી. ગઈકાલ તારીખ 23ના રોજ પરશુરામ યુવા ગ્રુપ દ્વારા ત્રિવિધ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રથમ કાર્યક્રમમાં ફુલસ્કેપ ચોપડા વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં પ્રથમ દિવસે જ ૨૦૦ થી વધુ વિદ્યાર્થીઓએ આ વિતરણનો લાભ લીધો હતો. બીજા પ્રોગ્રામ માં દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં પૂર્વ પરશુરામ જયંતિ તથા બીજા કાર્યક્રમોનાં દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. ત્રીજા પ્રોગ્રામમાં પરશુરામ યુવા ગ્રુપ દ્વારા વોર્ડ વાઇસ કમિટી બનાવામાં આવી હતી. જેમાં વોર્ડ નં. ૧ થી ૬,૧૧,૧૨,૧૩ નાં પ્રમુખ અને મંત્રીની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં વોર્ડ નં. ૧ નાં પ્રમુખ તરીકે યાજ્ઞિક ભાઈ ગમોટ, મંત્રી તરીકે કૌશિકભાઈ વ્યાસ, વોર્ડ નં. ૨ નાં પ્રમુખ તરીકે ધિરેનભાઈ વ્યાસ, મંત્રી તરીકે વિજયભાઈ, વોર્ડ નં. ૩ નાં પ્રમુખ તરીકે ભૌતિકભાઈ દવે, મંત્રી તરીકે નીરવભાઈ ત્રિવેદી, વોર્ડ નં. ૪ નાં પ્રમુખ તરીકે મૌલિકભાઇ પંડ્યા, મંત્રી તરીકે મોહિતભાઈ પંડ્યા, વોર્ડ નં. ૫ નાં પ્રમુખ તરીકે કમલભાઈ દવે, મંત્રી તરીકે હિરેનભાઈ, વોર્ડ નં. ૬ નાં પ્રમુખ તરીકે પાર્થભાઈ દવે, મંત્રી તરીકે આર્યનભાઈ ત્રિવેદી, વોર્ડ નં. ૧૧ નાં પ્રમુખ તરીકે હર્ષિતભાઇ પંડ્યા, વોર્ડ નં. ૧૨ નાં પ્રમુખ તરીકે અભયભાઈ વ્યાસ, મંત્રી તરીકે પિયુષભાઈ પંડ્યા, વોર્ડ નં. ૧૩ નાં પ્રમુખ તરીકે અંકુરભાઇ ત્રિવેદી, મંત્રી તરીકે જયદીપભાઈ દવેની વરણી કરવામાં આવી હતી. બાકીના વોર્ડનાં પ્રમુખ અને મંત્રીની જાહેરાત નજીકનાં સમયમાં કરવામાં આવશે, તેવું જણાવાયું હતું. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne