મોરબી : મોરબીના એક એપાર્ટમેન્ટના પાર્કિંગ માંથી મોડી રાતે તસ્કરોએ બાઇકને નિશાન બનાવીને તેની ઉઠાંતરી કરી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. જેમાં ત્રણ તસ્કરો બાઇકની ચોરી કરતા નજરે પડે છે. પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીના રવાપર કેનાલ રોડ પર લેક્સસ બંગલો સામે આવેલ સિલ્વર હાઇટ્સના પાર્કિંગમાંથી રાત્રે 3:24 વાગ્યે અજાણ્યા તસ્કરોએ હીરો સ્પ્લેન્ડર પ્લસ બાઈક નં. જીજે 36 જે 7179 ની ઉઠાંતરી કરી હતી. જો કે આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. જેમાં ત્રણ તસ્કરો બાઇકની ઉઠાંતરી કરતા હોવાનું નજરે પડે છે. https://youtu.be/N3gsPYDSv2A