મોરબી : મોરબીના બીપીએલ કાર્ડધારકો માટે આગામી તા. ૨૫ થી ૨૭ દરમિયાન કાયાજી પ્લોટના કોમ્યુનિટીહોલ ખાતે વ્યાજ સબસીડી અને ઉદ્યોગ સાહસિકતા વિકાસ તાલીમ નું આયોજન કરવામાં આવ્યું છે. મોરબી નગરપાલિકા વિસ્તારના બી.પી.એલ.લાભાર્થીઓ કે જેઓએ ડી-એન.યુ.એલ.એમ. યોજના અંતર્ગત વ્યક્તિગત ધંધા/વ્યવસાય માટે અને સખીમંડળે બેંક ધિરાણ-લોન મેળવેલ છે અથવા હવે મેળવવા માંગે છે. તેવા તમામ ભાઈઓ-બહેનો માટે તા.૨૫/૬/૧૯ થી ૨૭/૬/૧૯ દરમ્યાન કાયાજી પ્લોટમાં આવેલ કોમ્યુનીટી હોલ ખાતે વ્યાજ સબસીડી અને ઉદ્યોગ સાહસિકતા વિકાસ તાલીમનું આયોજન કરેલ છે. લાભ લેવા માંગતા બી.પી.એલ. લાભાર્થીઓએ બપોરના ૨:૩૦ કલાકે હાજરી આપવા જણાવાયુ છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne