મોરબી : શહેરને સ્વચ્છ બનાવવા માટે શહેરના પ્રબુદ્ધ નાગરિકો સહિત ડોકટરો, વકીલો, શિક્ષકોની ટિમ દ્વારા દર રવિવારે સવારે શહેરના વિવિધ વિસ્તારોમાં જઇ સ્વચ્છતા અભિયાન કરવામાં આવે છે. આ અભિયાન હેઠળ સતત નવમા રવિવારે સઘન સાફ સફાઈ કરી ગંદકીનો નાશ કરવામાં આવ્યો હતો. 'નગરજનો નમસ્તે, કચરો ના ફેંકો રસ્તે' શીર્ષક હેઠળ મોરબી સ્વચ્છતા અભિયાન સમિતિના ઉત્સાહી અને દેશપ્રેમી કાર્યકર્તાઓ દ્વારા રવિવારના રોજ 'આપણું મોરબી, સ્વચ્છ મોરબી કાર્યક્રમ નંબર - 9' ને ખુબ જ ઉત્સાહ પ્રેરક વાતાવરણમાં યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં સફાઈ કામગીરી દરમિયાન વડીલો, યુવાઓ, બાળ-ભૂલકાઓએ પોતાની ક્ષમતા અનુસાર સહયોગ આપ્યો હતો. એક ટિમ વર્કના ભાગરૂપે આ કાર્યક્રમને ખુબ જ નિષ્ઠા પૂર્વક રીતે સહુએ નિભાવ્યો હતો. સફળ સફાઈ કામગીરીના અંતે દરેક સભ્યોએ ઉત્સાહ પૂર્વક સુત્રોચાર કર્યા હતા. જેમાં ' મારુ મોરબી, સ્વચ્છ મોરબી ', ' સાફ હો, સુંદર હો, એસા મેરા મોરબી હો ', ' વંદે માતરમ ' અને છેલ્લે દેશના આદર્શ નાગરિક તરીકે રાષ્ટ્ર ભાવનાના ભાગરૂપે 'ભારત માતા કી જય'ના નાદ સાથે આવનારા દિવસોમાં આ અભિયાન ચાલુ રાખવાના સંકલ્પ લીધા હતા. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne