વાવેતરના અણીના સમયે જ છેલ્લા પાંચ દિવસથી વારંવાર વીજળી ગુલ થતા અને ઉપરથી તંત્ર ઉઠા ભણાવતા ખેડૂતો વિફર્યા મોરબી : મોરબીના ગોર ખીજડિયા ગામે વારંવાર વીજળી ગુલ થવાથી રોષે ભરાયેલા ખેડૂતોએ ગતરાત્રે શનાળા જીઇબી કચેરીમાં મોરચો માંડ્યો હતો.જોકે વાવેતરના અણીના સમયે જ વારંવાર વીજળીના ધાંધિયા થવાથી અને ઉપરથી વિજતંત્ર ઉઠા ભણાવતું હોવાથી વિફરેલા ખેડૂતોએ જીઇબી કચેરીમાં હલ્લાબોલ કર્યું હતું. મોરબીના ગોર ખીજડિયા ગામે વીજ ધાંધીયાથી ત્રસ્ત થયેલા ખેડૂતોએ ગતરાત્રે શનાળા પાસે આવેલ જીઇબી કચેરીમાં હલ્લાબોલ કર્યું હતું.આ બાબતે ખેડૂતોએ ભારે રોષ સાથે જણાવ્યું હતું કે,છેલ્લા કેટલાક દિવસોથી વારંવાર વીજળી ગુલ થઈ જાય છે.અત્યારે ચોમાસાની સિઝન ચાલી રહી હોવાથી ગામના ખેડુતી વાવેતર કરી રહ્યા છે.પાકના જતન માટે પૂરતા પ્રમાણમાં વીજળી જોઈએ છે.પણ વિજતંત્ર પૂરતા પ્રમાણમાં વીજળી આપવામાં ભારે બેદરકારી દાખવે છે.છેલ્લા પાંચ દિવસથી વીજળી આવ જા કરે છે.ખેતી માટે તંત્ર રાત્રે લાઈટ આપે છે પણ કલાક આપીને તરતજ કાપી નાખે છે.આ બાબતે ખેડૂતો જ્યારે જ્યારે ફોન કરે ત્યારે તંત્ર લાઇન ફોલ્ટ છે અને સવારે આવશે તેવું કહીને ઉઠા ભણાવે છે.જોકે હાલમાં ખેડૂતો સામાન્ય વરસાદ થયો હોવાથી વાવણી કરી રહ્યા છે .ત્યારે પાકના જતન માટે પાણીની સતત જરૂરિયાત રહે છે પણ વીજળી પૂરતા પ્રમાણમાં મળતી ન હોવાથી પાક બળી જવાની ભીતિ છે.ત્યારે ગતરાત્રે ફરીવાર વીજળી ગુલ થતા ખેડૂતો શનાળા જીઇબી કચેરીએ ધસી જઈને એન્જીનીયરને ફોન કરતા ત્રણે સવારે જ યોગ્ય કાર્યવાહી કરવાનું કહેતા ખેડૂતો ત્યાં જ બેસીને વિરોધ ચાલુ રાખ્યો હતો.જોકે મોડેથી આ મામલો થાળે પડ્યો હતો. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne