ભાજપના અગ્રણીઓ અને કાર્યકરોએ ડો.શ્યામા પ્રસાદ મુખર્જીને પુષ્પાજલી અર્પણ કરી મોરબી : મોરબીમાં ભાજપ દ્વારા ભારતીય જનસંઘના સંસ્થાપક ડો.શ્યામાપ્રસાદ મુખર્જીના બલિદાન દિનની ગરીમાસભર ઉજવણી કરવામાં આવી હતી.જેમાં ભાજપના અગ્રણીઓ તથા કાર્યકરોએ ડો.શ્યામા પ્રસાદ મુખર્જીને પુષ્પાજલી અર્પણ કરી હતી. મોરબીમાં તાલુકા ભાજપ દ્વારા આજે સાંસદ મોહનભાઇના કાર્યાલય ખાતે ભારતીય જનસંઘના સંસ્થાપક ડો.શ્યામાપ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં કેશુભાઈ રૈયાણી, હંસાબેન પારઘી, સુખાભાઈ ડાંગર, દુર્લભજીભાઈ દેથરીયા, પ્રભુભાઈ કામરીયા, અરવીદભાઈ વાસદડિયા, નથુભાઈ કડીવાર, ધનજીભાઈ દંતાલિયા, ભવાનભાઈ ભાગીયા, કિરીટભાઈ અંદરપા, જ્યંતીભાઈ પડસુબિયા સહિતના ભાજપના અગ્રણીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને ડૉ.શ્યામાપ્રસાદ મુખર્જીની છબીને પુષ્પાજલી અર્પણ કરીને તેમની બલિદાન ગાથાને યાદ કરીને ભાવ વંદના કરી હતી.