દિઘલિયાનો ભરત કાંજીયા સગીર વયની છોકરીને લચાવી, ફોસલાવીને બદકામના ઇરાદાથી અપહરણ કરી ગયાની ફરિયાદ વાંકાનેર: વાંકાનેર તાલુકાના વીરપર ગામેથી સગીર વયની છોકરીનું દીઘલિયા ગામનો ભરત નવઘણભાઈ કાંજિયા લલચાવી-ફોસલાવી અને બદકામ કરવાના ઇરાદાથી અપહરણ કરી ગયાની ફરિયાદ છોકરીની માતાએ વાંકાનેર તાલુકા પોલીસ મથકે નોંધાવી છે. આ બનાવની પોલીસ મથકેથી મળેલી માહિતી મુજબ તાલુકાના દિઘલીયા ગામે રહેતો ભરત નવઘણભાઈ કાંજિયા ઉંમર પુખ્ત વય તા. ૧૯-૬-૨૦૧૯ ના રોજ રાત્રીના ૨ થી સવારના ૬ વાગ્યા દરમ્યાન વીરપર ગામની સગીર વયની છોકરીને લલચાવી-ફોસલાવી અને બદકામ કરવાના ઇરાદાથી અપહરણ કરી ગયો છે. પોલિસે છોકરીની માતાની ફરિયાદથી ગુન્હો નોંધીને એફઆઈઆર પોક્સો કોર્ટ મોરબી તરફ રવાના કરવાની તજવીજ કરીને ઉચ્ચ અધિકારીને જાણ કરી છે. આગળની તપાસ વાંકાનેર સીપીઆઈ વી.ડી.બ્રહ્મભટ્ટ ચલાવી રહ્યા છે.