મોરબી : મોરબી જિલ્લા પોલીસ વડા દ્વારા જિલ્લાના બે પીઆઇ અને બે પીએસાઈની બદલી કરવામાં આવી છે. જેમાં વાંકાનેર સીટીમાં ફરજ બજાવતા પીઆઈ એમ. વી.ઝાલાને એલઆઈબી અને એલઆઈબીમાં ફરજ બજાવતા એચ.એમ.રાઠોડને વાંકાનેર સીટી પીઆઈ તરીકે નિમણૂક થઈ છે જ્યારે વાંકાનેર સીટી પીએસઆઈ તરીકે ફરજ બાજવતા આર.પી. જાડેજાને મોરબી બી ડિવિઝન પોલીસમાં અને એ ડિવિઝન ડી સ્ટાફ પીએસઆઈ એમ.વી.પટેલને મોરબી તાલુકા પોલીસમાં મુકવામાં આવ્યા છે.