બેલા-ભરતનગર રોડનું કામ મંજુર થયું તે જ મહત્વનું : ધારાસભ્ય બ્રિજેશ મેરજા મોરબી : જેતપર સ્ટેટ હાઇવે અને નેશનલ હાઇવેને જોડતા બેલા-ભરતનગર લિંક રોડની પહોળાઈ વધારવા અને રોડના નવીનીકરણના કામને મળેલી મંજૂરી બાબતે ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ પણ ઉચ્ચકક્ષાએ રજુઆત કરીને કામ મંજુર કરાવવા પ્રયાસો કાર્યનો ખુલાસો કરવામાં આવ્યો છે. બ્રિજેશ મેરજાએ આ અંગે અનેક અસરકારક રજૂઆતો કર્યાનું જણાવી બેલા-ભરતનગર રોડનું કામ મંજુર થયું તે જ મહત્વનું હોવાનું જણાવ્યું હતું. મોરબી તાલુકાના મોરબી-જેતપર સ્ટેટ હાઇવે પરના બેલા ગામથી કંડલા નેશનલ હાઇવે પર આવેલા ભરતનગર સુધીનો મોરબી જિલ્લા પંચાયત હસ્તકનો રસ્તો રીપેર કરી રસ્તાની પહોળાઈ વધારવા અને રોડના નવીનીકરણના કામને સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે. આ રોડની મંજૂરી અંગે પૂર્વ ધારાસભ્ય અમૃતિયા દ્વારા પ્રયાસો કારણભૂત હોવાનું જણાવાયું હતું. ત્યારે આ મુદ્દે બેલા - ભરતનગર રોડના નિવિનિકરણ માટે બ્રિજેશ મેરજાએ પણ જહેમત ઉઠાવી હોવાનો ખુલાસો છે. બ્રિજેશ મેરજાએ એક અખબારી યાદીમાં જણાવ્યુ છે કે બેલા- ભરતનગર રોડ પર ખોખરા હનુમાનજીનું પ્રસિદ્ધ ધાર્મિક સ્થળ તેમજ કંકેશ્વરી દેવીનું પવિત્ર યાત્રાધામ આવેલું છે. આ રસ્તા પર સીરામીકના અનેક એકમો ધમધમતા થયા છે. ત્યારે હાલનો 5 મીટરની પહોળાઈ ધરાવતો રસ્તો ખુબજ સાંકડો સાબિત થઈ રહ્યો હોવાથી 9 મીટર પહોળાઇનો બનાવવાની જરૂરિયાત ઉભી થઇ હતી. આ રસ્તાની પહોળાઈ વધારવાની દરખાસ્ત મંજુર કરવા નાયબ મુખમંત્રીને ફેબ્રુઆરી મહિનામાં લેખિત રજૂઆત કરવામાં આવી હતી. તેમજ આ મુદ્દે તેમને તથા અન્ય જવાબદાર અધિકારીઓને મોરબી તાલુકા પંચાયતના પ્રમુખ હંસરાજભાઇ પાંચોટિયા થતા મોરબી તાલુકા કોંગ્રેસના પ્રમુખને સાથે રાખી તેમને અસરકારક રજૂઆત કરી તેનું સતત ફૉલાઅપ લેવામાં આવ્યું હોવાનું બ્રિજેશ મેરજાએ જણાવ્યું હતું. અને અંતે તેમની રોડ પોહળો કરવાની રજૂઆતને સરકાર દ્વારા મંજુર કરવામાં આવી છે. અંતમાં બ્રિજેશ મેરજાએ જણાવ્યું હતું કે બેલા, ભરતનગર રોડના નિવિનિકરણ નું કામ મંજુર થયું તે જ મહત્વનું છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne