- text
રાજકોટની જાણીતી ફાઇનાન્સિયલ સર્વિસ આપતી કંપની મેક્સ ચેન્જના માલીક અને સૌરાષ્ટ્રના જાણીતા ફાઇનાન્સિયલ એક્સપર્ટ દિપેન જોશી દ્વારા મોરબીવાસીઓ માટે આગામી તારીખ 26 જૂન 2019ના રોજ એક ખાસ સેમિનારનું આયોજન : ફાઇનાન્સિયલ પ્લાનરો આપશે રોકાણ અંગેનું સચોટ માર્ગદર્શન
મોરબી : આપણી બચતના પૈસાને કઈ જગ્યાએ રોકવાથી શ્રેષ્ઠ અને સલામત રીતે વળતર મેળવી શકાય તે વિશે દરેક વ્યક્તિ અવઢવની સ્થિતિ અનુભવે છે. ત્યારે મોરબીવાસીઓને રોકાણ અંગે પૂરતું માર્ગદર્શન મળી રહે તે માટે મેક્સચેન્જ ફાઇનાન્સિયલ સર્વિસીસ અને આદિત્ય બિરલા કેપિટલ દ્વારા આગામી તા. 26ના રોજ રાત્રે 8 વાગ્યે ઝાયકા રેસ્ટ્રો, હ્યુન્ડાઇ શો રૂમની બાજુમાં, શનાળા, મોરબી રાજેકોટ રોડ ખાતે ફાઇનાન્સિયલ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. (સેમિનારમાં ભાગ લેવા માટે રજીસ્ટ્રેશન ફરજીયાત છે)
આ સેમિનાર અંગેની વિસ્તૃત વિગતો આપવા માટે રાજકોટમાં છેલ્લા 7 વર્ષથી મેક્સચેન્જ ફાઇનાન્સિયલ સર્વિસીસ ચલાવતા અને ફાયનાન્સ ક્ષેત્રે 12 વર્ષનો અનુભવ ધરાવતા દીપેન જોશી અને મોરબીના જાણીતા તબીબ ડો. પરાગ પારેખે ‘મોરબી અપડેટ’ની ખાસ મુલાકાત લીધી હતી. આ વેળાએ મેક્સચેન્જ ફાઇનાન્સિયલ સર્વિસીસના દીપેન જોશીએ જણાવ્યું કે તેઓ રાજકોટ અને તેની આસપાસના શહેરોમા ફાઇનાન્સિયલ અવેરનેસ માટેનું કામ કરી રહ્યા છે. તેઓ સ્ટોક બ્રેકિંગ, કોમોડિટી કરન્સી, મ્યુ. ફંડ, લાઈફ ઇન્સ્યોરન્સ, મેડીકલેઈમ, કારના વીમા, સ્કુટરના વીમા, મરીન ઇન્સ્યોરન્સ સહિતના ફાઇનાન્સિયલ પ્લાનિંગ કરે છે.
વધુમાં તેઓએ કહ્યું કે આ સેમિનારમાં આદિત્ય બિરલા કેપિટલ મ્યુચ્યુઅલ ફંડના ક્લસ્ટર હેડ આશિષ પોપટ રોકાણ વિષય ઉપર તેમજ તેઓ પોતે ફાઇનાન્સિયલ પ્લાનીંગનું મહત્વ શુ છે તે વિષય ઉપર વક્તવ્ય આપવાના છે. હાલ લોકો રોકાણ કયા કરવું તે વિશે મુશ્કેલી અનુભવતા હોય છે. ત્યારે આ સેમિનાર તેમના માટે પથદર્શક બની રહેવાનો છે. આ સેમિનારમાં ભાગ લેવા માટે મો.નં. 9726079965 ઉપર રજિસ્ટ્રેશન કરાવવાનું ફરજીયાત રહેશે.
- text
દીપેન જોશીએ વધુમાં ઉમેર્યું કે સૌ પ્રથમ ઇન્વેસ્ટરે એક ગોલ તૈયાર કરવો જોઈએ. ત્યારબાદ રોકાણ કરવું જોઈએ. જેમકે કોઈ એક વ્યક્તિ પાંચ વર્ષમાં કાર લેવાનો ગોલ નક્કી કરે. તો તે યોગ્ય સલાહના આધારે ઇન્વેસ્ટ કરીને માત્ર ત્રણ વર્ષમાં જ કાર લેવા માટે કેપેબલ બની જાય છે. આમ ઇચ્છાશક્તિ સાથે ઇન્વેસ્ટમેન્ટ કરવું ખૂબ આવશ્યક છે.
મોરબીના જાણીતા તબીબ ડો. પરાગ પારેખે જણાવ્યું કે જેમ તમામ પરિવારોને ફેમેલી ડોક્ટરની જરૂર પડે છે. તેમ જ એક ફાઇનાન્સિયલ પ્લાનર પણ જરૂરી છે. ફાઇનાન્સિયલ પ્લાનરની યોગ્ય સલાહથી ઇન્વેસ્ટર પોતાની બચતના પૈસા એવી જગ્યાએ રોકી શકે છે. હું પણ રાજકોટની જાણીતી ફાઇનાન્સિયલ સર્વિસ આપતી કંપની મેક્સ ચેન્જના માલીક અને સૌરાષ્ટ્રના જાણીતા ફાઇનાન્સિયલ એક્સપર્ટ દિપેન જોશીના માર્ગદર્શન હેઠળ મારી બચતનું રોકાણ કરી રહ્યો છું. જેનાથી આપણા પૈસાનું વધુ વળતર મળે છે. મોરબીના ડોકટરો અને ઉદ્યોગપતિઓને આ સેમિનારનો લાભ લેવા મારી આગ્રહભરી અપીલ છે.
રાજકોટની જાણીતી ફાઇનાન્સિયલ સર્વિસ આપતી કંપની મેક્સ ચેન્જના માલીક અને સૌરાષ્ટ્રના જાણીતા ફાઇનાન્સિયલ એક્સપર્ટ દિપેન જોશી દ્વારા મોરબીવાસીઓ માટે આગામી તારીખ 26 જૂન 2019ના રોજ એક ખાસ સેમિનારનું આયોજન કરેલ છે. ત્યારે તેમની સાથે ખાસ વાતચીતનો વિડિઓ જુઓ ..
- text