હળવદ પોલીસે સુરવદર ગામે રહેણાક મકાનમાં ચાલતું જુગારધામ ઝડપીને કુલ રૂ.3.71 લાખનો મુદામાલ જપ્ત કર્યો હળવદ : હળવદના સુરવદર ગામે પોલીસે બાતમીના આધારે રહેણાક મકાનમાં ધમધમતા જુગારધામ ઉપર દોરડો પાડીને ત્યાંથી નવ જુગારીઓને કુલ રૂ.3.71 લાખના મુદામાલ સાથે ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આ જુગારધામની હળવદ પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર પીઆઈ એમ.આર સોલંકી ના માર્ગદર્શન હેઠળ હળવદ પોલીસ મથકના ડી સ્ટાફ દ્વારા તાલુકાના સુરવદર ગામે આવેલ શીવનગરમાં રહેતા જસમત કોળીના મકાનમાં જુગારનો અખાડો ચાલતો હોવાની બાતમીના આધારે હળવદ પોલીસ સ્ટાફ ત્યાં ત્રાટક્યો હતો.પોલીસે આ રહેણાક મકાનમાં જુગાર રમતા જસમતભાઈ ઠાકરશીભાઈ ગણેશિયા, રવિભાઈ રમેશભાઈ સનારીયા, વિનોદભાઈ નાગશીભાઈ ગણેશીયા, દિલીપભાઈ ખેગરભાઈ ચાવડા, વાસુદેવભાઈ વિડજા, રામચંદ્ર નિમાવત, જયતિભાઈ ગણેશિયા, જગદીશભાઈ મુળજીભાઈ વિડજાને રૂ.60600 રોડકા, 7 મોબાઈલ કિંમત રૂ.11 હજાર અને ઇકો ગાંડી મળીને કુલ રૂ.3.71 લાખના મુદામાલ સાથે ઝડપી લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે.