મોરબીના જેતપર મચ્છુ ગામે આવેલ કન્યાશાળામાં રસોઈ કરતી વખતે અચાનક ગેસનો બાટલો સળગ્યો : સ્કૂલમાંથી બાળકો અને રસોઈ ઘરના બહેનોને સલામતી પૂર્વક બહાર કાઢી લેવાયા મોરબી : મોરબીના જેતપર મચ્છુ ગામે આવેલ કન્યાશાળામાં રસોઈ કરતી વખતે અચાનક ગેસનો બાટલો સળગ્યો હતો.જ્યારે શિક્ષકોએ તત્કાળ સતર્કતા દાખવીને શાળામાંથી બાળકો અને રસોઈ ઘરમાંથી બહેનોને બહાર કાઢી લેતા સદનસીબે જાનહાની સહેજમાં ટળી હતી.જ્યારે બાટલો સળગતા માત્ર દીવાલને નુકશાન થયું હતું. સ્થાનિક લોકોએ તત્કાળ આગને બુઝાવી નાખી હતી. આ ઘટનાની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના જેતપર મચ્છુ ગામે આવેલ કન્યા શાળાના રસોઈ ઘરમાં આજે સવારે નિત્યક્રમ મુજબ રસોઈ કામ ચાલતું હતું. તે વખતે અચાનક ગેસના બાટલાની નલી ગરમ થઇ ગઇ હતી અને ગેસનો બાટલો લીકેજ થઈ જવાથી સળગ્યો હતો. આ ઘટનાથી નાસભાગ મચી ગઇ હતી. પરંતુ શિક્ષકોએ આ ઘટનામાં કાળજી પૂર્વકની સતર્કતા દાખવી હતી. જેના કારણે આ ગભરી ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. જેમાં આ ઘટનાને પગલે શિક્ષકોએ રસોઈ ઘરમાંથી બહેનો અને આજુબાજુમાંથી બાળકોને સલામતી પૂર્વક બહાર ખસેડી દીધા હતા. જેથી મોટી દુર્ઘટના સહેજમાં ટળી હતી. આ બાબતે કન્યા શાળાના આચાર્ય દેવરાજભાઈ વાઘડિયાએ જણાવ્યું હતું કે,આ ગભીર ઘટનામાં સતર્કતાથી જાનહાની થઈ નથી .જોકે ગેસની બાટલો સળગવાથી માત્ર દીવાલને નુકશાન થયું હતું અને સ્થાનિક લોકોએ સમયસર આગ પર કાબુ મેળવી લેતા લોકોએ રાહતનો દમ લીધો હતો.