હળવદ : હળવદ તાલુકાના જૂની જોગડ ગામે યુવાને ધારીયાની ધાર કાઢવા માટે હેમરી આપવાની ના પાડતા ઉશ્કેરાયેલા બે શખ્સોએ તેના પર હુમલો કર્યાની ફરિયાદ નોંધાતા હળવદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. હળવદ પોલીસ સ્ટેશનમાંથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર હળવદ તાલુકાના જૂની જોગડ ગામે રહેતા નાનજીભાઈ સોમાભાઈ ઝઝવાડિયા ઉ.વ.40 નામના યુવાને તે જ ગામમાં રહેતા દિનેશભાઇ રણુંભાઈ કોળી રણુંભાઈ પુંજાભાઈ કોળી સામે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.20ના રોજ આરોપીએ ફરિયાદી યુવાન પાસે ધારીયાની ધાર કાઢવા માટે હેમરી માંગ્યું હતું. તેથી યુવાને કહ્યું હતું કે, આગાઉ તું મારી પાસે જે હેમરી લઈ ગયો હતો તે હજુ સુધી પાછું આપ્યું નથી. આ વાતથી ઉશ્કેરાયેલા આરોપીઓએ યુવાન પર લોખંડના પાઈપથી હુમલો કર્યો હતો અને આ બાબતે આજે ફરિયાદ નોંધાવતા હળવદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne