મોરબી : મોરબી જિલ્લામાં પોલીસકર્મીઓ તરીકે ફરજ બજાવતા સાત કર્મચારીઓની આંતરિક બદલીનો આદેશ મોરબી જિલ્લાના એસ.પી. દ્વારા આપવામાં આવ્યો છે. મોરબી જિલ્લામાં ફરજ બજાવતા સાત પોલીસકર્મીઓની આંતરિક બદલીનો આદેશ જીલ્લા એસપી ડો. કરનરાજ વાઘેલાએ આપ્યો છે જેમાં રમેશચંદ્ર ભાનુશંકર વ્યાસની બદલી હળવદ, જોરજીભાઈ સવજીભાઈ ભટ્ટીની પોલીસ હેડ ક્વાર્ટર, સુખદેવસિંહ હેમંતસિંહ ઝાલાની માળીયા, હરિભાઈ નાગદાનભાઈ ડાંગરની મોરબી સીટી બી ડીવીઝન, મનહરપૂરી નરશીપૂરી ગોસ્વામીની વાંકાનેર સીટી, ઉજ્જવલકુમાર જીતુદાન ટાપરીયાની વાંકાનેર સીટી અને અનીલકુમાર મનજીભાઈ ભગોરાની હળવદ બદલી કરવામાં આવી છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne