મોરબી : ઇન્ડિયન લાયોનેસ કલબ મોરબીનો વર્ષ 2019-2020 ઇ. લાયોનેસ પ્રીતિબેન દેસાઈ અને તેમની ટીમનો શપથગ્રહણ સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 23 જૂન 2019ને રવિવારે સવારે 11:00 કલાકે ધ શિવ અજંતા હોટલ, નેશનલ હાઇવે, ત્રાજપર, મોરબી 2 ખાતે આયોજિત આ શપથગ્રહણ સમારંભમાં મુખ્ય અતિથિ હિતેષભાઈ પંડ્યા (ઇ.લા.નેશનલ ચેરમેન), અતિથિ વિશેષ ઇ.લા.આશાબેન પંડ્યા (ઇ.લા.નેશનલ વાઇસ ચેરપર્સન), ઇ.લા.અક્ષયભાઈ ઠક્કર (ઇ.લા.પાસ્ટ નેશનલ ચેરમેન), ઇ.લા.પ્રફુલભાઇ સોની (ઇ.લા.પાસ્ટ નેશનલ ચેરમેન), ઇ.લા અજયભાઈ ભટ્ટ (ઇ.લા.પાસ્ટ નેશનલ ચેરમેન) તરીકે ઉપસ્થિત રહેશે. જ્યારે બ્રિજેશભાઈ મેરજા (મોરબી-માળીયા ધારાસભ્ય), ટી.ડી.પટેલ (ૐ શાંતિ વિદ્યાલય), શ્રીમતી કાજલબેન ચંડીભમર (એડવોકેટ, નોટરી), શ્રીમતી ધરતીબેન બરાસરા (યંગ ઇન્ડિયા ગ્રુપ, લિડીઝ વિંગ) વિશિષ્ટ મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે. આ તકે ઇન્ડિયન લાયોનેસ કલબ મોરબીના પ્રેસિડેન્ટ ઇ. લાયોનેસ શોભનાબા ઝાલા અને ઇન્ડિયન લાયોનેસ કલબ મોરબી પરિવાર તરફથી સેક્રેટરી મયુરીબેન કોટેચાએ મેમ્બરોને આ સમારોહમાં ઉપસ્થિત રહેવા ભાવભર્યું આમંત્રણ પાઠવ્યું છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne