મોરબી જિલ્લા યુવા કોંગ્રેસે રાહુલ ગાંધીના જન્મદિનની પ્રેરણાદાયી ઉજવણી કરી મોરબી : ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીના જન્મ દિવસ નિમિતે મોરબી જિલ્લા યુવક કોંગ્રેસ દ્વારા મોરબી નઝરબાગ રોડ પર આવેલ સાયન્સ, કોમર્સ, અને આર્ટસ કોલેજનાં પટાંગણમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજી જન્મ દિવસ ની અનેરી ઉજવણી કરી હતી અને પર્યાવરણના જનતની નેમ સાથે રાહુલ ગાંધીના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી હતી. વર્તમાન સમય માં ગ્લોબલ વોમિંગની ભારે માત્રામાં અસર અને વૃક્ષ છેદન ના કારણે ગરમીનો પારો અત્યંત ઉંચો જતો રહ્યો છે જેના આનુસંધાને કોંગ્રેસ સુપ્રીમો રાહુલ ગાંધીના જન્મ દિનની આ પ્રકારે અનેરી ઉજવણી કરી અલગ ચીલો ચિતર્યો હતો.આ તકે મોરબી જિલ્લા યુવા કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા,મોરબી વિઘાનસભા પ્રમુખ પિયુષભાઈ પટેલ, શહેર પ્રમુખ રામભાઈ રબારી, શહેર યુવા પ્રમુખ શક્તિપાલસિંહ ચુડાસમા, જીલ્લા NSUI પ્રમુખ દેવેન્દ્રસિંહ જાડેજા કોલેજ નાં પ્રિન્સીપાલ શ્રી એલ. એમ. કંઝારીયા સાહેબ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.સાથે ITCELL નાં ભાવેશભાઈ પરમાર કોંગ્રેસ અગ્રણી કે.ડી.બાવરવા સહિત નાં આગેવાનો હાજર રહ્યા હતા. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne