મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં વર્ષ 2015 થી 2018 સુધી પકડાયેલ રૂ. 7.21 લાખના દારૂ અને બિયરના જથ્થા ઉપર અધિકારીઓની હાજરીમાં રોડ રોલર ફેરવીને તેનો નાશ કરવામાં આવ્યો છે. મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં પકડાયેલ ઈંગ્લીશ દારૂ અંગે નામદાર કોર્ટ મોરબીમાથી સ.ને.2015 થી 2018 સુધીના નાશ કરવા અંગેનો હુકમ મેળવવામાં આવેલ હોય જે હુકમ અનુસંધાને આજ રોજ સબ.ડીવી.મેજી. એસ.જે.ખાચર, નાયબ પોલીસ અધિક્ષક બન્નો જોશી, નશાબંધી અધિકારી રાજકોટ એચ.જે.ગોહિલ, ઇન્સ્પેક્ટર આર.જે.ચૌધરીની હાજરીમાં ધુનડા રોડ ઉપર ઇડન હિલ્સ તરફ જતા રસ્તા પાસે સરકારી ખરાબામાં ઈંગ્લીશ દારૂ અને બીયરની કુલ બોટલ નંગ-2404 કિ.રૂ.7,21,900/-ના મુદામાલનો રોડ રોલરથી નાશ કરવામાં આવ્યો છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne