ટંકારા : ટંકારાના શખ્સને હદપાર કરવામાં આવ્યો હોવા છતાં આ હુકમનો ભંગ કરીને જિલ્લામા રહેતો હોવાથી તેને ટંકારા પોલીસે પકડી પાડ્યો હોવાનું જાણવા મળ્યું છે. પ્રાપ્ત થતી વિગત મુજબ ટંકારાના દેવીપૂજકવાસ, ટેલિફોન એક્સચેન્જની બાજુમાં રહેતા શાંતિલાલ નથુ કડેવાર ઉ.વ. 56ને મોરબી, રાજકોટ શહેર, રાજકોટ ગ્રામ્ય, સુરેન્દ્રનગર, જામનગર, કચ્છ જિલ્લામાંથી એક વર્ષ માટે હદપાર કરવામાં આવ્યા હતા. તેમ છતાં તેઓ મોરબી જિલ્લામા રહેતા હોવાથી તેમની ટંકારા પોલીસે અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne