મોરબી : તારીખ 16 જુનને રવિવારના રોજ લાયન્સ કલબ ઓફ મોરબી દ્વારા નવા અભ્યાસ સત્રમાં પ્રવેશેલા વિદ્યાર્થીઓ માટે રાહત દરે નોટબુક (ચોપડા) તથા બોલપેનનું વિતરણ કરવામાં આવનાર છે. પાછલા પાંચ વર્ષથી લાયન્સ કલબ ઓફ મોરબી દ્વારા આ આયોજન કરવામાં આવી રહ્યું છે જેનો હજારો વિદ્યાર્થીઓએ લાભ લીધો છે. આ વર્ષે તારીખ 16 જુનને રવિવારે સવારે 10:00 થી બપોરે 03:00 વાગ્યા દરમ્યાન પી.જી.કોલેજ, મહેશ હોટલ, શનાળા રોડ, મોરબી ખાતે આયોજિત થનાર આ કાર્યક્રમ દરમ્યાન 15000 જેટલા ચોપડા અને 15000 જેટલી બોલપેનોનું રાહત દરે વિતરણ કરવામાં આવનાર છે. અંદાજે 3000 વિદ્યાર્થીઓ આના લાભાર્થી બનશે. રાહત દરે વિતરિત થનાર ચોપડા બોલપેનનો લાભ લેવા 2019ના વરસની ઓરિજિનલ માર્કશીટ સાથે આવનાર કોઈ પણ ધોરણના કોઈ પણ જ્ઞાતિના વિદ્યાર્થીઓ આ યોજનાનો લાભ લઇ શકે છે એવું આયોજકોએ એક યાદીમાં જણાવ્યું છે.