ભૂલકાના કેન્દ્રમાં વાલીઓને તન ઘડતરની કાળજી માટે કસરત કરાવાઈ ટંકારા : ટંકારા તાલુકાના મિતાણા અને પ્રભુનગર ગામે આંગણવાડી કેન્દ્રના સંચાલકો દ્વારા પોષણ પખવાડીયાની ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત વાનગી નિદર્શન અને યોગશિબિર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં ગામડાના વાલીઓ પોતાના બાળકો સાથે ઉપસ્થિત રહ્યા હતા.ટંકારા તાલુકાના મિતાણા અને પ્રભુનગર ગામના બંને આંગણવાડી કેન્દ્ર ખાતે પોષણ પખવાડીયાની તબકાવાર ઉજવણી કરવામા આવી હતી. જે અંતર્ગત સી.એચ.ઓ. હમીરપર અને આઈસીડીએસ ટંકારા, નેકનામ ગૃપ દ્વારા વાનગી નિદર્શન અને યોગશિબિરનુ આયોજન કરાયુ હતુ. કાર્યક્રમનુ આયોજન સુપરવાઈઝર સુધાબેન લશ્કરી, પ્રભુનગર અને મિતાણાના આંગણવાડી વર્કર પૂર્વીબેન આર.ત્રિવેદી, સેમીનાબેન ખલિફાએ કરીને ગામડામા ડોર ટુ ડોર સંપર્ક કરી વાલીઓને નિમંત્રણ પાઠવ્યા હતા. કાર્યક્રમમાં ગામડાના વાલીઓ ઉપરાંત ગ્રામજનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિતોનુ સ્વાગત કરી ભૂલકાઓને પિરસાતી વાનગીનુ નિદર્શન કરાવી બાળકો માટે બનતી વાનગી તેમના આરોગ્યની કાળજી લઈને તૈયાર થતી હોવાની વાલીઓને ખાત્રી કરાવાતા ગ્રામજનોએ કામગીરીની પ્રસંશા કરી હતી. એ પછી વાલીઓને પણ યોગ દ્વારા શરીર સૌષ્ઠવ જાળવવા માર્ગદર્શન મળે તે માટે યોગશિબિર યોજી પ્રેકટીકલ જ્ઞાન આપવામાં આવ્યું હતું. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne