વિધાનસભા સીટના અપક્ષ ઉમેદવારે કલેકટરને રજુઆત કરી મોરબી : મોરબી તાલુકા પંચાયત અને તાલુકા સેવા સદનમાં જાતિ અને આવકના દાખલા કઢાવવામાં ભારે હાલાકી પડતી હોવાનક અને નિયમોનુસાર કામગીરી ન થતી હોવાની ફરિયાદ ઉઠી છે..ત્યારે કોન્ટ્રકટરની બેદરકારીને કારણે આ મુશ્કેલી પડતી હોવાનું જણાવી વિધાનસભા સીટના અપક્ષ ઉમેદવારે કલેકટરને રજુઆત કરી જો આ કોન્ટ્રાકટરનો કોનટ્રાકટ રદ ન થાય તો કોમ્યુટર સેન્ટરને તાળાબંધી કરવાની ચીમકી આપી છે. મોરબી માળીયા વિધાનસભા સીટના અપક્ષ ઉમેદવાર સુખાભાઈ કુંભારવાડીયાએ કલેકટર અને ડી.ડી.ઓ.ને રજુઆત કરી હતી કે,મોરબી તાલુકા પંચાયત અને તાલુકા સેવા સદનમાં કોન્ટ્રાકટ બેઇઝ ઉપર આવક અને જાતિના દાખલા કાઢી આપવામાં આવે છે.પરંતુ આ કામગીરી માટે જવાબદાર કોન્ટ્રાકટર દ્વારા પૂરતો કોમ્યુટર ઓપરેટર સ્ટાફ ફળવાતો નથી. તેમજ પૂરતા પ્રમાણમાં કોમ્યુટર પણ અપાતા નથી.ત્યારે આ દાખલ કાઢવા માટે દશ દિવસનો ટાઈમ અરજદારોને આપવામાં આવે છે. અને દાખલા કાઢવામાં રૂ 20નો ચાર્જ લેવામાં આવે છે.ત્યારે આ નિયમ સરકારના ધારા ધોરણ મુજબનો યોગ્ય છે ખરો ? જોકે હાલ તાલુકા પંચાયતના પહેલા માળે કોમ્યુટર ઓપરેટરને જગ્યા ફાળવવામાં આવે છે.ત્યારે કોન્ટ્રાકટર દ્વારા આ જગ્યાનું ભાડું અને વીજ બિલ ભરવામાં આવે છે તેમજ સફાઈ માટે કામદારો રાખ્યા છે કે કેમ તે અંગે ચકાસણી કરીને જો નિયમોનુસાર કામગીરી ન થતી હોય તો આ કોન્ટ્રકટરનો કોન્ટ્રકટ રદ કરવાની માંગ કરી છે.જ્યારે જિલ્લા સેવા સદન, તાલુકા સેવા સદન, તાલુકા પંચાયતમાં કોન્ટ્રકટર દ્વારા કોમ્યુટર ઓપરેટરોને લઘુતમ ધારા ધોરણ મુજબ ચુકવણું કરવામાં આવે છે.પરંતુ આ ઓપરેટરોને પી.એફ. ઇ.એસ.ટી સહિતના સરકારના ધારા ધોરણ મુજબ લાભ આપતો ન હોય તો કોન્ટ્રાકટ રદ કરવા અને રદ ન કરાઇ તો કોમ્યુટર સેન્ટરને તાળાબંધી કરવાની ચીમકી આપી છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne