વાંકાનેર : વાંકાનેરમાં ગઈકાલે સાંજે છ વાગ્યાની આસપાસ વાંકાનેર રાજકોટ રોડ, સદગુરુ આશ્રમ પાસે આવેલી ઝુંપડપટ્ટીમાં રહેતી આદિવાસી મહિલા ઉપર કોઈ અજાણ્યા પુરુષે બળાત્કાર કર્યાની ફરિયાદ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનેથી મળેલી માહિતી મુજબ વાંકાનેર રાજકોટ રોડ ઉપર સદગુરુ આશ્રમ પાસે રહેતા ફરિયાદી દીવાનભાઈ સીતુભાઈ બિલવાલ જાતે આદિવાસી ધંધો મજુરી તેઓએ વાંકાનેર શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે કે એમની બહેન (ઉંમર વર્ષ 26)નો એકલતાનો લાભ લઇને કોઈ અજાણ્યા પુરુષે બળજબરી પૂર્વક દબાવીને બળાત્કાર કરીને ભાગી ગયો છે. વાંકાનેરમાં વાયુ વાવાઝોડાના આગમચેતી પગલાંને લીધે કોન્ટ્રાકટરો દ્વારા મજુરોને ગોકુલ નગરમાં આવેલ મકાનમાં ખસેડેલ જ્યાં હાલ વાવાઝોડાની અસર ન હોય બધા મજૂરો પરત પોતાના ઝૂંપડામાં ગયેલ જ્યાં પીડિતા પોતાનો માલસામાન રૂમે લેવા જતા પાછળથી કોઈ અજાણ્યો મજુર આવી પીડિતાનો એકલતાનો લાભ લઈ બળજબરી પૂર્વક મોઢું દબાવી બળાત્કાર કરેલ આ બનાવની તપાસ વાંકાનેર સીટી પોલીસ કરી રહી છે અને ભોગ બનેલ મહિલાની મેડિકલ તપાસ કરવા માટેની ગતિવિધિ હાથ ધરી છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne