મોરબી : રાજયના રમત-ગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક વિભાગ, ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી મોરબી દ્વારા જિલ્લાના ૧૫ થી ૩૫ વર્ષની વય ધરાવતા યુવક-યુવતિઓ માટે સાત દિવસીય યુવક નેતૃત્વ તાલીમ શિબિર તથા યોગાસન તાલીમ શિબિરનું આયોજન જુલાઇ-૨૦૧૯ માં કરાયું છે. શિબિરમાં જોડાવા માટે પસંદગી પામનારને પ્રવાસ ખર્ચ તથા નિવાસ અને ભોજનની વ્યવસ્થા રાજય સરકાર દવાર આપવામાં આવશે તથા શિબિર પૂર્ણ કરનારને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવશે. શિબિરમાં જોડાવવા ઇચ્છતા જિલ્લાના વિધાર્થી કે બિનવિધાર્થી યુવક-યુવતીઓ જેમની ઉમંર તા. ૩૧/૧૨/૨૦૧૯ના ૧૫ થી ૩૫ વર્ષ વર્ષ સુધીની હોય તેમણે સાદા કાગળ ઉપર પોતાનું નામ, સરનામું, જન્મ તારીખ, શૈક્ષણિક લાયકાત, વ્યવસાય, રમત-ગમત પ્રવૃતિ, પર્વતારોહણ તેમજ એન.સી.સી.માં ભાગ લીધો હોય તો તેની વિગતો અને તાજેતરમાં પડાવેલો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ, વાલીનું સંમતિ પત્ર વગેરે સંપૂર્ણ વિગતો દર્શાવતી અરજી આગામી તા. ૩૦ જુન-૨૦૧૯ સુધીમાં જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી,(C/o) જિલ્લા રમત-ગમત અધિકારીની કચેરી, હંટર ટ્રેનિંગ કોલેજ છાત્રાલય, બીજો માળ, શકિત ચોક, ગેસ્ટ હાઉસ રોડ, મોરબી-૩૬૩૬૪૧, ખાતે પહોચતી કરવા અંગે જિલ્લા યુવા વિકાસ અધિકારી એચ.એ. વ્યાસ દ્વારા જણાવાયું છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne