વાવાઝોડાની સંભવિત અસર વચ્ચે ત્રણ પ્રસૂતાની સફળતાપૂર્વક ડિલિવરી કરાઈ મોરબી : મોરબી જિલ્લામાં આરોગ્ય તંત્ર વાયુ વાવાઝોડાને લઈને આરોગ્ય સેવાઓ માટે ઝડપી કામગીરી કરી રહ્યું છે.ત્યારે આરોગ્ય વિભાગે 34 પ્રસુતાઓને નજીકના પી.એચ.સી.સેન્ટરમાં સારવાર આપી છે.જ્યારે સરવડ પી.એચ.સી.સેન્ટરમાં એક પ્રસૂતાની સફળતાપૂર્વક ડીલેવરી કરવામાં આવી છે.તથા બે અન્ય પ્રસૂતાની પણ સફળતાપૂર્વક પ્રસુતિ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. મોરબી જિલ્લામાં આરોગ્ય તંત્ર વાયુ વાવાઝોડાને પગલે લોકોને આરોગ્ય સેવા આપવા માટે સક્રિય છે.જેમાં આવી સ્થિતિમાં પ્રસૂતાને જોખમકારક સ્થિતિનો સામનો કરવો ન પડે તે માટે આરોગ્ય તંત્ર દ્વારા આ સ્થિતિને પહોંચી વળવા માટે ત્વરિત આરોગ્ય સેવા આપવા કટિબદ્ધ બન્યું છે અને આના માટે ગ્રામ્ય વિસ્તારોમાં નજીકના પી.એચ. સી સેન્ટરોમાં વિશેષ સવલત ઉભી કરવામાં આવી હતી.જેમાં આરોગ્ય તંત્ર દ્વારા મોરબી જિલ્લામાંથી 34 પ્રસુતાઓને તાત્કાલિક સારવાર માટે નજીકના પી.એચ.સી સેન્ટરોમાં ખસેડવામાં આવી હતી.જેમાંથી ત્રણ જેટલી પ્રસુતાઓને સફળતાપૂર્વક ડીલેવરી કરવામાં આવી હોવાનું જાણવા મળે છે જેમાં હળવદ તાલુકાના અજિતવઢ ગામના કાજલબેન રવિભાઈ ભીમણી, માળિયા તાલુકાના નવા હંજીયાસર ગામના હલીમાબેન યુનુસભાઈ માણેક, જાજસર ગામના ભાવનાબેન ખેંગારભાઈની સફળતાપૂર્વક પ્રસુતિ કરવામાં આવી હતી.આ રીતે આરોગ્ય વિભાગ દ્વારા આ ત્રણ પ્રસૂતિની કામગીરી કરવામાં આવી હતી.અને હાલ આરોગ્ય સ્ટાફ ખડેપગે રહીને ઇમરજન્સી સહિતની આરોગ્ય સેવાઓ પુરી પાડી રહ્યો છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne