વિદ્યાર્થીઓની સલામતી માટે સામૂહિક રજાનો નિર્ણય કરતું ટ્યુશન ક્લાસીસ એસોસિએશન : સેવભાવી સંસ્થા સાથે જોડાઈને સેવા કરવા માટેની તત્પરતા દાખવી મોરબી : સૌરાષ્ટ્રમાં વાયુ વાવાઝોડાના એલર્ટના પગલે મોરબી ટ્યુશન ક્લાસીસ એસોસીએશને વિધાર્થીઓની સલામતીને ધ્યાનમાં રાખીને આજથી બે દિવસ તારીખ 12 તથા 13 જૂનનાં રોજ તમામ પ્રકારના કોચીંગ ક્લાસીસમાં સામુહિક રજા રાખવાનો નિર્ણય જાહેર કર્યો છે. જેની તમામ વાલીઓને નોંધ લેવા જણાવાયુ છે. આવનારા વાવાઝોડાનાં એલર્ટને પગલે મોરબીના તમામ પ્રકારના કોચિંગ ક્લાસમાં બે દિવસની રજા રાખવામાં આવી છે અને સાથોસાથ આ કુદરતી આપત્તિ સમયે સરકાર તથા અન્ય સેવાભાવી સંસ્થાઓ સાથે મળીને જ્યા જરુર હશે ત્યાં સેવાકાર્યમાં પણ તમામ શિક્ષકો જોડાશે તેવી ખાત્રી ટ્યુશન ક્લાસ એસોસિએશન દ્વારા આપવામાં આવી છે.