મોરબી : મરછુકાઠા રબારી સમાજના એક યુવાન અને એક યુવતીએ અઘરી મનાતી નિટની પરીક્ષામાં ઉત્તીર્ણ થઈ સમાજનું ગૌરવ વધાર્યું છે. રાજ ભુભરીયા નામના સમાજના યુવાને નિટની પરીક્ષામાં 528 અને સીમા ભુભરીયા નામની સમાજની યુવતીએ 495 માર્ક સાથે નિટની પરીક્ષા પાસ કરી છે. ટંકારા સ્થિત એમ.પી.દોશી વિધાલય ખાતે ક્લાર્કની ફરજ બજાવતા દિપકભાઇના પુત્ર રાજ ભુભરીયાએ નિટની પરીક્ષામા 528 માર્ક મેળવ્યા છે જ્યારે ભરતભાઇ ભુભરીયાની પુત્રી સિમાબેન ભુભરીયા 495 માર્ક સાથે નિટની પરીક્ષામાં ઉતીર્ણ થતા મરછુકાઠા રબારી સમાજ અને પરીવારનુ ગૌરવ વધાર્યું છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne