મોરબી : મોરબી રોયલ રઘુવંશી ગ્રુપ દ્વારા મોરબી રઘુવંશી સમાજમાં વૈચારિક પરિવર્તન અને જ્ઞાતિમાં એકતાની ભાવના મજબૂત બને તેવા હેતુથી ગત રવિવારે ટાઉન હોલ ખાતે રઘુવંશી યુવા સંમેલન-2019નું આયોજન કરવા માં આવ્યું હતું. જેમાં ગુજરાતના સુપ્રખ્યાત વક્તાઓ શ્રીકૃષ્ણકાંત ઉનડકટ, જ્યોતિબેન ઉનડકટ, પ્રોફેસર લલિત ચંદે અને મોટીવેશનલ સ્પીકર વૈશાલી પારેખના વ્યાખ્યાનો યોજાયા હતા. તદુપરાંત BAPS સ્વામિનારાયણ સંસ્થાના પ.પૂ.અપૂર્વમુનિ સ્વામિ તેમજ અન્ય સંતોએ આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહી રઘુવંશી સમાજને આશિર્વચનો તેમજ રોયલ રઘુવંશી ગૃપને શુભાશિષ આપ્યા હતા.રઘુવંશી યુવા સંમેલન અંતર્ગત સવારના સેશનમાં પ્રો.લલિત ચંદેએ પ્રેરણાત્મક વિષય પર યુવાનોને વક્તવ્ય આપ્યું હતું તેમજ મોટીવેશનલ સ્પીકર વૈશાલી પારેખે (ઠક્કર) યુવાનોની કારકિર્દીને લગતું માર્ગદર્શન આપ્યું હતું. ત્યારબાદ સાંજના સેશનમાં પ્રખ્યાત લેખક, વક્તા તેમજ પત્રકાર કૃષ્ણકાંત ઉનડક્ટ અને જ્યોતિબેન ઉનડકટે જિંદગી, સબંધો, સફળતા, પ્રેમ, સંવેદના જેવા વિષયો પર મોરબીના રઘુવંશી સમાજના પરિવારો સાથે ખુબ સુંદર સંવાદ રચ્યો હતો. સાથે સાથે રઘુવંશી સમાજના વિવિધ ક્ષેત્રે ઉચ્ચ સિદ્ધિઓ પ્રાપ્ત કરનાર 15 યુવા પ્રતિભાઓને 'રઘુવંશી યુવા રત્ન એવોર્ડ'થી સન્માનિત કરવામાં આવ્યા હતા. મોરબી રઘુવંશી સમાજના ઇતિહાસમાં સૌ પ્રથમ વખત યોજાયેલ આ અનોખા કાર્યક્રમનો મોરબીના સમસ્ત રઘુવંશી સમાજે લાભ લીધો હતો. તેમજ આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં રઘુવંશી સમાજના યુવાનો તેમજ પરિવારોએ હાજર રહી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે રોયલ રઘુવંશી ગૃપ એ મોરબીના લોહાણા સમાજના શિક્ષિત યુવાનોનું ગૃપ છે. જે રઘુવંશી સમાજના ઉત્થાન માટે વિવિધ શૈક્ષણિક, સાંસ્કૃતિક તેમજ સેવાકિય પ્રવૃત્તિઓ કરવા માટે મોરબીમાં ખ્યાતિ પ્રાપ્ત કરેલ છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne