નવલખી બંદરે એક નંબરનું સિગ્નલ લાગ્યું, માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના મોરબી : ચોમાસાની તોફાની એન્ટ્રી થાય તેવા ઉજળા સંજોગો નિર્માણ થયા છે. અરબી સમુદ્રમાં હાલ લૉ પ્રેશર સર્જાયું છે. જેના કારણે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર તેમજ કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. 12મી તારીખે સાંજે જ દરિયાકાંઠાના વિસ્તારોમાં વાવાઝોડું ત્રાટકે તેવી શક્યતા છે. જેના પગલે નવલખી બંદરે એક નંબરનું સિગ્નલ આપવામાં આવ્યું છે અને માછીમારોને દરિયો ન ખેડવાની સુચના અપાઈ છે. હાલ વેરાવળના દરિયાકાંઠેથી 1020 કિમી દૂર દક્ષિણ-પૂર્વમાં લૉ પ્રેશર સર્જાયું છે. જે આગામી સમયમાં શક્તિશાળી બની સમગ્ર ગુજરાત પર ત્રાટકી શકે છે. આ ડિપ્રેશનને કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં તોફાની પવન સાથે ભારે વરસાદની શક્યતા છે. 13-14 તારીખે ગુજરાતના અનેક વિસ્તારોમાં તોફાની વરસાદ પડી શકે છે. દરિયો તોફાની બનવાની શક્યતાને જોતા માછીમારોને પણ દરિયામાં ન જવા માટે કહેવામાં આવ્યું છે. હવામાન ખાતાના જણાવ્યા અનુસાર, ગયા સપ્તાહે જ દરિયામાં લૉ પ્રેશર સર્જાયું હતુ, જે આજે ડિપ્રેશનમાં ફેરવાઈ ગયું છે અને હાલ તે મેંગલોરથી 400 કિમી દૂર છે. આજે સાંજ સુધીમાં આ ડીપ ડિપ્રેશન વધુ શક્તિશાળી બને તેવી શક્યતા છે. કાલે મંગળવાર સવાર સુધીમાં તેની અસરથી તોફાની પવન ફુંકાવાનું શરુ થઈ શકે છે. હવામાનશાસ્ત્રીઓેએ આ વાવાઝોડાંને ‘વાયુ’ નામ આપ્યું છે. ગુરુવાર બપોર સુધીમાં આ વાવાઝોડું ગુજરાત પહોંચી શકે છે. અરબી સમુદ્રમાં લો પ્રેશરને પગલે મોરબી જિલ્લાના એક માત્ર નવલખી બંદરે એક નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે.આ અંગે કેપટન નીરજ હડવાણીએ જણાવ્યું હતું કે, અરબી સમુદ્રમાં લો પ્રેશરને પગલે નવલખી બંદર પર એક નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે.સાથોસાથ દરિયામાં માછીમારી કરવા ન જવાની માછીમારીને સૂચના આપવામાં આવી છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne