નેશનલ હાઇવે પર 24 કલાક અને સ્ટેટ હાઇવે તેમજ નગરપાલિકાની હદમાં રાત્રે 2 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખી શકાશે : દુકાનો ખુલી રાખવા માંગતા વેપારીઓએ તારીખ 14/06/2019ને શુક્રવારે સાંજે 05:00 કલાકે મોરબી નગરપાલિકા કચેરી, ટાઉન હોલ, મોરબી ખાતે રજીસ્ટ્રેશન કરાવવા અપીલ મોરબી : પહેલી મેથી શોપ એન્ડ એસ્ટાબ્લીસમેન્ટ કાયદો 2019ને નોટિફાઇડ કરીને ગુજરાતમાં નેશનલ હાઇવે પર 24 કલાક તેમજ સ્ટેટ હાઇવે અને નગરપાલિકા હેઠળ આવતા વિસ્તારોમાં સવારે 6 થી રાત્રે 2 વાગ્યા સુધી વ્યવસાયિક સંસ્થાન ખુલ્લા રાખવાની જોગવાઈ કરવામાં આવી છે. જોકે મોરબી પાલિકામાં અત્યાર સુધી આવો પરિપત્ર મળ્યો ન હોવાનું જણાવીને દુકાનો રાત્રે 11 વાગ્યામાં બંધ કરાવી દેવામાં આવતી હતી. જેનો વિરોધ પણ થયો હતો. ત્યારે આ અંગેનો પરિપત્ર હવે મળી ગયો હોવાનું જણાવીને પાલિકાએ એ અંગે એક સ્થાનિક પરિપત્ર વેપારીઓ અને દુકાનદારો માટે બહાર પાડ્યો છે. આ પરિપત્ર અનુસાર ગુજરાતના મોટા શહેરો, રાષ્ટ્રીય ધોરીમાર્ગ, રેલવે પ્લેટફાર્મ, એસટી બસ સ્ટેશનો, હોટલ, રેસ્ટોરન્ટ, પેટ્રોલપંપ અને ત્યાં આવેલી તમામ દુકાનો, સીનેમાગૃહો, દવાખાના સહિતના વ્યવસાયિક એકમો 24 કલાક ચાલુ રાખી શકાશે. જ્યારે નગરપાલિકાના વિસ્તારો, સ્ટેટ હાઇવે પરની સંસ્થાઓ, દુકાનો સવારે 6 થી રાત્રીના 2 વાગ્યા સુધી ખુલ્લી રાખી શકાશે. વળી જે દુકાન સંસ્થામાં 10 થી ઓછા કર્મચારીઓ હોય એમને શોપ એકટનું લાયસન્સ લેવામાંથી મુક્તિ આપવામાં આવી છે. કાયદાની કલમ 7 મુજબ માત્ર લોકલ ઓથોરિટીને ઓન લાઈન માત્ર એક વાર જાણ કરવાની જ રહેશે. જો કે જે સંસ્થામાં 10 થી વધુ કર્મચારીઓ હોય એ માટે ફક્ત એક વાર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી છે. અલબત્ત આવી સંસ્થાઓને પણ દર વર્ષે રજીસ્ટ્રેશન રીન્યુ કરાવવાની ઝંઝટમાંથી મુક્તિ આપવામાં આવી છે. આ માટે http://enaar.gujarat.ov.in પર જઈ એક વખત એકાઉન્ટ બનાવીને પ્રોસેસ કરવાની રહેશે. મોરબી શહેરની દુકાનો, સંસ્થાઓ માટે તારીખ 14/06/2019ને શુક્રવારે સાંજે 05:00 કલાકે મોરબી નગરપાલિકા કચેરી, ટાઉન હોલ, મોરબી ખાતે રજીસ્ટ્રેશન કરાવવા એક યાદીમાં જણાવાયું છે. મોડી રાત સુધી દુકાનો ખુલ્લી રાખવા માંગતા દુકાનદારો માટે એક વાર રજીસ્ટ્રેશન (નોંધણી) કરાવવાનું ફરજીયાત છે. એમ મોરબી નગર પાલિકાના ચીફ ઓફિસર ગિરીશ સેરૈયા તથા મોરબી નગરપાલિકા પ્રમુખ કેતનભાઈ વિલપરાની એક યાદીમાં જણાવાયું છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne