મોરબી : મોરબીના રફાળેશ્વર ગામે રહેતી મહિલા બુટલેગર સામે તાલુકા પોલીસે હદપારની કાર્યવાહી હાથ ધરી તેને જૂનાગઢ જિલ્લામાં મોકલવાની તજવીજ આદરી હોવાનું જાણવા મળ્યું છે. પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબી તાલુકાના રફાળેશ્વર ગામે રહેતા ગીતાબેન ભુપતભાઇ પરમાર દારૂની ગેરકાનૂની પ્રવૃત્તિ સાથે જોડાયેલા હોય તેઓ સામે હદપારની કાર્યવાહીની તાલુકા પોલીસે પ્રપોઝલ મૂકી હતી. જેને પ્રાંત અધિકારીએ મંજુર કરીને આ મહિલાને મોરબી, રાજકોટ, કચ્છ, ભુજ, જામનગર અને સુરેન્દ્રનગર જિલ્લામાંથી હદપાર કરવાનો હુકમ કર્યો છે. જેના આધારે તાલુકા પોલીસે આ મહિલાને જૂનાગઢ જિલ્લામાં મોકલવાની તજવીજ હાથ ધરી છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne