વાંકાનેર : વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ પર આવેલ સેન્સો સીરામીક પાસેથી અજાણ્યા પુરુષની લાશ મળી આવી હોવાનો બનાવ સામે આવ્યો છે. હાલ આ મામલે પોલીસે તપાસ આદરી હોવાનું જાણવા મળ્યું છે. મળતી માહિતી મુજબ વાંકાનેરના સરતાનપર રોડ પર આવેલ સેન્સો સિરામીક પાસે આવેલ ચોકડી પાસેથી આજે બપોરના સમયે આશરે ૫૫ વર્ષિય અજાણ્યા પુરૂષની લાશ મળી આવતા ગામના સરપંચ અલુભાઈ ઉદેશા દ્વારા તાલુકા પોલીસ મથકે જાણ કરતા પોલીસ કાફલો દોડી ગયો હતો. પોલીસે લાશને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ હોસ્પિટલ ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.